શરીરમાં અચાનક Bad Cholesterol વધવાથી આ અંગ થઈ શકે છે ડેમેજ, જાણો તેના નુકસાન વિશે

શરીરમાં અચાનક Bad Cholesterol વધવાથી આ અંગ થઈ શકે છે ડેમેજ, જાણો તેના નુકસાન વિશે

કોલેસ્ટ્રોલ એક ચીકણો મીણ જેવો પદાર્થ છે. જે લોહીમાં હોય છે. આ આપણા શરીરમાં હેલ્ધી સેલ્સના નિર્માણમાં મદદ કરે છે. જોકે શરીરમાં વધારે પ્રમાણમાં કોઈ પણ વસ્તુ હાનિકારક હોઈ શકે છે. આજ વાત કોલેસ્ટ્રોલ માટે પણ કહેવામાં આવે છે.

લોહીમાં કોલેસ્ટ્રોલની વધારે ઉપસ્થિતિ તમારા માટે નુકસાનકારક સાહિત થઈ શકે છે અને હાર્ટને ગંભીર રીતે નુકસાન પણ પહોંચાડી શકે છે. એ એટલા હદ સુધી જીવલેણ થઈ શકે છે કે વ્યક્તિને હાર્ટની બિમારીની સમસ્યાઓ પણ થઈ શકે છે અને અંતમાં હાર્ટ ફેલ પણ થઈ શકે છે.

હાઈ કોલેસ્ટ્રોલ અને હાર્ટના સ્વાસ્થ્યનું કનેક્શન
હાઈ કોલેસ્ટ્રોલ ત્યારે થાય છે જ્યારે શરીરમાં સારૂ કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલના લેવલની વચ્ચે અસંતુલન હોય છે. શરીરમાં ખાસ રીતે હાર્ટને પ્રભાવિત થવાથી રોકવા માટે યોગ્ય ડાયેટ અને હેલ્ધી ડેલી રૂટીનની સાથે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવાની જરૂર છે.

પરંતુ તે પહેલા આપણે એ જાણીએ કે કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આવો સમજીએ કે જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ લોહીમાં અચાનક વધવા લાગે છે તો હાર્ટ કઈ રીતે પ્રભાવિત થાય છે.

હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ અને શરીરને કઈ રીતે કરે છે પ્રભાવિત?
જ્યારે કોલેસ્ટ્રોલ નામનો આ મીણ જેવો પદાર્થ બને છે તો તે પ્લાક બની જાય છે. આ એ સમય છે જ્યારે હાર્ટને લોહી પંપ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે કારણ કે પ્લાકના કારણે નસોમાં બ્લોકેજ આવી જાય છે અને લોહીનો ફ્લો તે ઓછો કરે છે.

આ પોઈન્ટ પર દર્દી એનઝાઈના, માથામાં દુખાવો અને કોરોનરી આર્ટરી ડિઝીઝથી પીડિત થવાની ચપેટમાં આવી જાય છે. ગંભીર સ્થિતિ પણ હાર્ટમાં લોહીના ફ્લોમાં અડચણ ઉભી કરી શકે છે. જેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે.

હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણ

  • ઉબકા આવવા
  • કોઈ અંગ બહેરૂ પડી જવું
  • વધારે પડતો થાક લાગવો
  • હાર્ટમાં દુખાવો
  • શ્વાસ લેવામાં મુશ્કેલી
  • હાઈ બ્લડ પ્રેશર

કોલેસ્ટ્રોલ લેવલને કેઈ રીતે કરશો કંટ્રોલ?

  • નિયમિત વ્યાયામ કરો
  • રિચ ફાઈબર ફૂડ ડાયેટમાં શામેલ કરો
  • ઓમેગા-3 ફેટથી ભરપુર ફૂડનું સેવન કરો
  • ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો
  • તમારી ડાયેટમાં વધારે નટ્સનો ઉપયોગ કરો
  • પોતાની મોર્નિંગ ડાયેટ રૂટીનમાં લસણનો ઉપયોગ કરો

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow