ચક્રફેંકમાં રાજકોટની વિદ્યાર્થિનીએ 40.42 મીટરનો રેકોર્ડ સર્જ્યો

ચક્રફેંકમાં રાજકોટની વિદ્યાર્થિનીએ 40.42 મીટરનો રેકોર્ડ સર્જ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલા બે દિવસીય ખેલકૂદ રમતોત્સવનું શનિવારે સમાપન થયું હતું. રમતોત્સવના પહેલા દિવસે રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળાફેંક સ્પર્ધામાં 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

ગોળાફેંકમાં બહેનોનો જૂનો રેકોર્ડ 09.49 મી. મકવાણા કીર્તિબેનના નામે હતો જે 30 વર્ષ બાદ તોડી જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજની વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ નવો રેકોર્ડ 10.08 મી. સ્થાપિત કર્યો છે. બીજા દિવસે પણ આ વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ ચક્રફેંક સ્પર્ધામાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

જેમાં ચક્રફેંક બહેનોનો જૂનો રેકોર્ડ 24.17 મી. જે.ડી.ખન્ના નામે હતો, જે 27 વર્ષ બાદ પાદરિયા ખુશીએ નવો રેકોર્ડ 40.42 મી. સ્થાપિત કર્યો છે. બે દિવસ દરમિયાન જુદી જુદી 75 કોલેજનાં વિદ્યાર્થીઓએ જુદી જુદી 34થી વધુ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ખેલકૂદ રમતોત્સવમાં 75 જેટલી કોલેજે ભાગ લીધો હતો અને 450થી વધારે ખેલાડી આ મહોત્સવમાં સહભાગી બન્યા હતા. વિજેતા થયેલા ખેલાડીઓ હવે વેસ્ટ ઝોનની સ્પર્ધાઓમાં ભાગ લેશે અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌવત બતાવશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow