7-9 મે સુધીમાં બંગાળના અખાતમાં વાવાઝોડું સર્જાશે

7-9 મે સુધીમાં બંગાળના અખાતમાં વાવાઝોડું સર્જાશે

વરસાદી માહોલ હજુ આગામી કેટલાક દિવસ સુધી રહી શકે છે. હવામાન વિભાગે શુક્રવારે ચેતવણી જારી કરીને કહ્યું હતું કે સાતથી નવમી મે વચ્ચે બંગાળના અખાતમાં ચક્રવાતી તોફાન ત્રાટકી શકે છે. આ ચક્રવાતી તોફાન અથવા તો વાવાઝોડાને ‘મોકા’ નામ આપવામાં આવ્યું છે. આની અસર હેઠળ દેશના પૂર્વી ભાગોમાં વરસાદ થશે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહી શકે છે. દેશનાં દક્ષિણી રાજ્યો અને ઉત્તરનાં પહાડી રાજ્યોમાં પણ વરસાદ થઇ શકે છે. જમ્મુ- કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં કમોસમી હિમવર્ષા થવાની આગાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

હવામાનમાં પલટો આવ્યા બાદ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ વરસાદ થઇ શકે છે. આ ત્રણેય રાજ્યોના જુદા જુદા ભાગોમાં કરા પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ, મહારાષ્ટ્ર અને તમિળનાડુમાં ભારે વરસાદના સંબંધમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દેશના જુદા જુદા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. આના કારણે પાકને પણ નુકસાન થઇ રહ્યું છે.

Read more

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું મુખ્ય હેતુ જનસમૂહમાં ફિઝિયોથેરાપી

By Gujaratnow
ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

રવિવારથી ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઈ હતી. પીએમ મોદીએ પણ તેમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ હોલમાં છેલ્લી હરોળમાં બેઠા હતા. ફોટો શેર

By Gujaratnow