સોંઘવારીનો સંકેત, છૂટક બાદ જથ્થાબંધ મોંઘવારીએ તોડ્યો ઘટાડાનો રેકોર્ડ, સરકાર-RBI ખુશખુશાલ

સોંઘવારીનો સંકેત, છૂટક બાદ જથ્થાબંધ મોંઘવારીએ તોડ્યો ઘટાડાનો રેકોર્ડ, સરકાર-RBI ખુશખુશાલ

2022 વિદાય લેવાની તૈયારીમાં છે. વિદાયમાન વર્ષમાં મોદી સરકારને આર્થિક મોરચે બે મોટી ખુશખબર મળી છે. બે દિવસ પહેલા છૂટક અને હવે આજે જથ્થાબંધ મોંઘવારીમાં રેકોર્ડબ્રેક ઘટાડો આવ્યો છે.

નવેમ્બર 2022માં જથ્થાબંધ મોંઘવારી ઘટીને 5.88 ટકા
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી ઘટીને 5.85 ટકા થઈ છે જે 21 મહિનાના સૌથી નીચલા સ્તરે  છે. નાણાં મંત્રાલયે બુધવારે દેશમાં જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા. આ પહેલા ઓક્ટોબરમાં આ આંકડો 8.39 ટકા હતો. સપ્ટેમ્બર 2022માં જથ્થાબંધ મોંઘવારી દર 10.70 ટકાના સ્તર પર હતો. ઓક્ટોબર પહેલા ઘણા સમય સુધી આ આંકડો બે આંકડામાં રહ્યો જેને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સતત કાબુમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી.

જથ્થાબંધ મોંઘવારીમાં ઘટાડાનું કારણ
સરકાર તરફથી આ ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્ય, ધાતુ, કાપડ અને રાસાયણિક ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આરબીઆઈ રિટેલ અને હોલસેલ એમ બંને પ્રકારના ફુગાવાના દર ઘટાડવામાં સફળ રહી છે. ફેબ્રુઆરી 2021 પછી પહેલીવાર દેશમાં જથ્થાબંધ ફુગાવો રિટેલ ફુગાવાના દરથી નીચે દેખાયો છે. ખાદ્ય ફુગાવા ઘટાડાની અસર જથ્થાબંધ મોંઘવારી પર પડી છે. ખાદ્ય મોંઘવારી નવેમ્બર 2022માં  2.17 ટકા હતી જ્યારે ઓક્ટોબર 2022માં ખાદ્ય મોંઘવારી દર 6.48 ટકા હતો. તે જ સમયે, ફૂડ ઇન્ડેક્સ મહિના-દર-મહિના ઘટીને 1.8 ટકા પર આવી ગયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સમાં ફુગાવો પણ ઘટીને 3.59 ટકા થયો છે, જે અગાઉ 4.42 ટકા હતો. ઇંધણ અને વીજળીનો ફુગાવો પણ નવેમ્બરમાં ઘટીને 17.35 ટકા થયો છે, જે ઓક્ટોબરમાં 23.17 ટકા હતો.

રિટેલ ફુગાવો 6 ટકાથી નીચે
ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બર 2022ના દિવસે છૂટક મોંઘવારી પણ ઘટીને 5.88 ટકા થઈ છે.
સરકારના જણાવ્યા પ્રમાણે રિટેલ મોંઘવારી 11 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ રિટેલ ફુગાવાને 2 થી 6 ટકાની રેન્જમાં રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને હવે આ આંકડો આ શ્રેણીમાં આવી ગયો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow