સુરતમાં રહેતા આ પરિવારના મતદાન દરમ્યાન સર્જાય છે રોડ-શો જેવો સીન! કારણ જાણી ચોંકી ઉઠશો

સુરતમાં રહેતા આ પરિવારના મતદાન દરમ્યાન સર્જાય છે રોડ-શો જેવો સીન! કારણ જાણી ચોંકી ઉઠશો

ગુજરાતનાં સૂરતના કામરેજ ખાતે રહેતા એક પરિવારના લોકો એકતાનું ઉદારણ પૂરુ પાડે છે. કામરેજમાં રહેતા સોલંકી પરિવારમાં કુલ 81 લોકો છે. પરંતું બધાનું જમવાનું એક સાથે જ થાય છે એટલું જ નહી મતદાન પણ એક સાથે જ આપવા જાય છે. આ સોલંકી પરિવારમાં કુલ 60 મતદાતા છે. પરિવારના વડીલ શ્યામજીભાઈ 82 વર્ષના છે. ગુજરાતમાં થઈ રહેલા પ્રથમ તબક્કાના મતદાનમાં આ પરિવારનાં લોકો વોટ આપવા ગયા હતા. પરિવારનાં વડીલે કહ્યું કે સમગ્ર પરિવારમાં કુલ 60 મતદાતાઓ છે. આખો પરિવાર હંમેશા એકસાથે જ રહે છે. આ વખતે પરિવારમાં 2 યુવા મતદાતાઓ પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે. સોલંકી પરિવાર નવગામ મતદાન મથક પર મતદાન કરવા જાય છે. શ્યામજીભાઈનાં દિકરા નંદલાલે કહ્યું કે 80 વર્ષીય પરિવારનાં વડીલ દર વખતે બધાને સાથે લઈને વોટ આપવા જાય છે.


મતદાન સમયે આખો પરિવાર એક સાથે મતદાન કરે છે
પરિવારની મોટી વહુએ કહ્યું કે પરિવારનું જમવાનું એક સાથે જ હોય છે. આટલો મોટો પરિવાર હોવા છતાં કદી પણ  અલગ રહેવાની કોઈ ચર્ચા થઈ નથી. સૌની મહેનત અને જવાબદારી પરિવારનું કામ પણ સરળતાથી થાય છે અને બધાને સમય મળે છે. દરેક મતદાનમાં આખો પરિવાર પોલિંગ બુથ પર એક સાથે મતદાન કરવા જાય છે.

દેશના હિતમાં લોકશાહિને મજબૂત કરવા મતદાન કરવું જરૂરી
પરિવાર કે અન્ય સદસ્યોએ જણાવ્યું કે એક સાથે વોટિંગ કરવા વાળા લોકોમાં એક સંદેશો આપવા માંગીએ છીએ કે દેશનાં હિતમાં દરેક ઉંમરનાં લોકો મતદાન કરે જેથી દેશ અને લોકશાહીને મજબૂત કરી શકાય. પરિવારનાં વડીલ શ્યામજીભાઈએ કહ્યું કે વોટિંગની તમામ લોકોએ કરવું જોઈએ અને સંયુક્ત રીતે મતદાન કરવું જોઈએ જેથી વધુમાં વધુ લોકો તમારાથી પ્રેરાય.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow