ગળામાં ખેસ અને માથે ટોપી: ઓફિસમાં કળશ પૂજા કરતા આમિર ખાન કેમેરામાં કેદ, Ex પત્ની પણ હાજર

ગળામાં ખેસ અને માથે ટોપી: ઓફિસમાં કળશ પૂજા કરતા આમિર ખાન કેમેરામાં કેદ, Ex પત્ની પણ હાજર

આમિર ખાને કરી પૂજા

સોશિયલ મીડિયામાં આમિરની નવી તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેઓ પોતાની કંપની, આમિર ખાન પ્રોડક્શન્સની ઑફિસમાં પૂજા કરતા દેખાઈ રહ્યાં છે. લાલ સિંહ ચડ્ઢાના ડાયરેક્ટર અદ્વૈત ચંદને ઈન્સ્ટાગ્રામ પર પૂજાની તસ્વીરો શેર કરી. જેમાં આમિર કળશ પૂજન કરી રહ્યાં છે. પૂજા બાદ તેઓ આરતી પણ કરી રહ્યાં છે અને તેમાં તેમની સાથે તેમની પૂર્વ પત્ની કિરણ રાવ પણ છે.

આમિર ખાન અથવા શક્તિ કપૂર?

આ તસ્વીરોમાં આમિરના વાળ, દાઢી અને મૂંછ બધુ વ્હાઈટ દેખાઈ રહ્યું છે. પૂજા કરતી વખતે આમિરે એક નહેરૂ ટોપી પહેરી છે અને ગળામાં ખેસ પહેર્યો છે. સોશિયલ મીડિયામાં આમિરના આ ઑલ-ગ્રે લુક પર જનતાની કોમેન્ટ્સ ખૂબ રસપ્રદ છે. એક યુઝરે લખ્યું, મેં નામ નહોતુ વાંચ્યુ અને મને લાગ્યુ કે શક્તિ કપૂર છે. તો બીજા એક યુઝરને સાઉથના અભિનેતા જગપતિ બાબૂની યાદ આવી ગઇ છે. જેનો લુક આવો છે. બીજા એક યુઝરે લખ્યું, ભાઈ આ તો સાઉથ એક્ટર જગપતિ બાબૂ જેવા લાગી રહ્યાં છે.

એક્ટિંગથી બ્રેક પર છે આમિર

અદ્વૈત ચંદને પોતાની પોસ્ટમાં એવુ જણાવ્યું નથી કે આમિર ખાન પ્રોડક્શન્સની ઑફિસ પર આ કઈ વસ્તુ માટે પૂજા રાખવામાં આવી. પરંતુ તસ્વીરોમાં બધા ખૂબ ખુશ જોવા મળી રહ્યાં છે. આમિરની વાત કરીએ તો તેમણે થોડા દિવસ પહેલા કહ્યું છે ક તેઓ એક્ટિંગમાંથી બ્રેક લઇ રહ્યાં છે. તેમણે કહ્યું છે કે હવે તેઓ એક-દોઢ વર્ષ બાદ એક્ટિંગમાં આવશે. જો કે, આ દરમ્યાન તેઓ પ્રોડ્યુસર તરીકે પૂરી રીતે સક્રિય રહેશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow