વતનમાં મૂળિયા સાથે જો઼ડાવા ભોજનશાળા, આખું વર્ષ સાત્ત્વિક ભોજન પીરસાઈ રહ્યું છે

વતનમાં મૂળિયા સાથે જો઼ડાવા ભોજનશાળા, આખું વર્ષ સાત્ત્વિક ભોજન પીરસાઈ રહ્યું છે

રાજસ્થાનના ઝાલોરના સરત (અમરસર) ગામમાં સવારે 11 વાગે શ્રી કલ્યાણ જૈન ભોજનશાળામાં પાંચ લોકો ભોજન બનાવવા અને ટિફિન તૈયાર કરી રહ્યા છે. કેટલાક ભોજન પણ કરી રહ્યા છે, તો કેટલાક આવવાના છે. બાકીના 25-30 ઘરમાં ટિફિન પણ જશે. અહીંનો માહોલ કોઇ રેસ્ટોરન્ટના બદલે ઘર જેવો લાગે છે.

આ ભોજનશાળા ગામમાંથી બહાર જઇને વસેલા એક જૈન પરિવારની મદદથી આખું વર્ષ ચાલે છે. જ્યારે પણ લોકો બહારથી થોડા દિવસ આવીને અહીં રહે છે, તો તેમને સહેલાઇથી અહીં ભોજન મળી જાય છે. ભોજન પણ ઘર જેવું, બિલકુલ સાત્વિક. રૂ. 50માં ટિફિન મળે છે, જેમાં બે લોકો ભોજન કરી કે છે. ભોજનશાળામાં બેસીને જમો તો પ્રતિ વ્યક્તિ ફક્ત રૂ. 30. આ ગામમાં 370 પરિવાર છે, જે હવે દેશદુનિયામાં ફેલાયેલા છે. આ ભોજનશાળાના મેનેજર ડુંગરમલ રાવલ કહે છે કે, અહીં આવકમાં જે નુકસાન થાય છે, તે તમામ પરિવાર સમાન યોગદાન આપીને પૂરું કરી દે છે. ગયા વર્ષે તમામ પરિવારે રૂ. 2300 જમા કરાવ્યા હતા. એટલે કે સંપૂર્ણપણે નો પ્રોફિટ ધોરણે ભોજનશાળા ચાલે છે.

અહીં ફક્ત આ ગામમાં જ નહીં, પરંતુ ઝાલોર, જોધપુર અને બાડમેરના અનેક ગામમાં આ મોડેલ હેઠળ ભોજનશાળાઓ કાર્યરત છે. જોધપુરના તિંવરી ગામમાં એક હજારથી પરિવાર બહાર વસ્યા છે, જ્યારે અહીં ફક્ત 17 પરિવાર છે. અહીં ભોજનશાળા નથી પણ અહીં રહેતા પરિવારોએ ભોજનની તારીખો નક્કી કરી છે. જેમ કે, જૈન મુનિઓના આગમન વખતે મહિનાની 15 અને 17 તારીખે કોઇ અહીં આવે તો સગતમલ જૈનના ઘરે ભોજન કરે છે. આ તમામ ભોજનશાળામાં ભોજન માટે એક જ શરત છે કે, અહીં આવતા પહેલા જાણ કરવી પડે છે. આ પ્રકારની ભોજનશાળાના કારણે થોડા લોકોને રોજગારી પણ મળી જાય છે.

જૈનો સિવાયના લોકોને પણ ભોજન કરાવાય છેઃ અહીં થોડા પણ જૈન પરિવાર ધરાવતા તમામ ગામમાં આવી ભોજનશાળાઓ છે. બાડમેરના કરમાવાસમાં 80 જૈન પરિવાર છે, જેમાંથી માંડ બે-ત્રણ ઘરમાં લોકો હે છે. અહીં દર વર્ષે એક જ પરિવાર ખર્ચ ઉપાડે છે.

મુંબઇ રહેતા ગામના કનક ભણસાળી કહે છે કે, અમે જૈન પરિવારો સિવાય ગામના ડૉક્ટર, કમ્પાઉન્ડરને પણ ભોજન મોકલીએ છીએ. સમદડીમાં પણ આવી વ્યવસ્થા છે. બાડમેરના જ ખંડપમાં સંપતરાજ ધોકાનો પરિવાર બેલ્લારી રહે છે, પરંતુ તેઓ અહીં રહે છે. અહીં ભોજનશાળા હોવાથી પરિવારને તેમના ભોજનની ચિંતા નથી. જોધપુરના ધુંધાડામાં 120 જૈન પરિવાર બહાર છે, જેમના વાર્ષિક રૂ. 2500ના યોગદાનથી ભોજનશાળા ચાલે છે. અહીં ફક્ત રૂ. 20માં ભોજન કરી શકાય છે. અહીં જૈન સાધુ-સંતો ગામમાં આવે ત્યારે અહીં આવનારા લોકોની સંખ્યા વધે છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow