આ વર્ષે મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ: આજે જ નોટ કરી લો શુભ-મુહૂર્ત, પૂજા વિધિ

આ વર્ષે મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ: આજે જ નોટ કરી લો શુભ-મુહૂર્ત, પૂજા વિધિ

ભગવાન શિવની પૂજા કરવાથી મળે છે વિશેષ ફળ

દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રિનુ વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનુ વધુ મહત્વ હોય છે. આ દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખવાની સાથે શિવલિંગનો અભિષેક કરે છે.  

કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવનો વિવાહ થયો હતો. એવામાં આવો જાણીએ મહાશિવરાત્રિ 2023ની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ.

ક્યારે છે મહાશિવરાત્રિ 2023?

પંચાગ મુજબ, આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ શનિવારે મનાવવામાં આવશે.

મહાશિવરાત્રિનુ શુભ મુહૂર્ત

ફાગણ મહિનાની ચતુર્દશી તિથિ- 17 ફેબ્રુઆરીએ રાત્રે 8 કલાક 2 મિનિટથી શરૂ
ફાગણ મહિનાની ચતુર્દશી તિથિ સમાપ્ત- 18 ફેબ્રુઆરીએ રાત્રે 4 વાગ્યે 18 મિનિટે
નિશીથ કાલ પૂજા મુહૂર્ત- 19 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકને 16 મિનિટથી 1 વાગ્યેને 6 મિનિટ સુધી.
મહાશિવરાત્રિ પારણા મુહૂર્ત- 19 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકને 57 મિનિટથી બપોરે 3 વાગ્યેને 33 મિનિટ સુધી.

મહાશિવરાત્રિની પૂજા વિધિ

મહાશિવરાત્રિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. પછી સ્વચ્છ કપડા પહેરીને ભગવાનની સામે હાથ જોડીને મહાશિવરાત્રિ વ્રતનો સંકલ્પ લો. શિવલિંગમાં ચંદનનો લેપ લગાવીને પંચામૃતથી સ્નાન કરાવવુ જોઈએ. ત્યારબાદ ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. બિલિપત્ર, ફૂલ, દીપ અને અક્ષતથી ભગવાન શિવની પૂજા કરો. ફળ અને મિઠાઈનો ભોગ ધરાવો.  

આ સાથે શિવ પૂજા બાદ છાણાની અગ્નિ પ્રગટાવીને તલ, ચોખા અને ઘીની મિશ્રિત આહુતિ આપવી જોઈએ. આ રીતે હોમ કર્યા બાદ એક આખા ફળની આહુતિ આપો. સામાન્ય રીતે લોકો સુકા નારિયેળની આહુતિ આપે છે. ભક્ત આ વ્રત કરીને, બ્રાહ્મણોને ભોજન કરાવીને અને દીપદાન કરીને સ્વર્ગને પ્રાપ્ત કરી શકે છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow