મસાનો અકસીર ઈલાજ, લસણ સાથે કરો આ બે વસ્તુ મિક્સ, મસા થઇ જશે ગાયબ

મસાનો અકસીર ઈલાજ, લસણ સાથે કરો આ બે વસ્તુ મિક્સ, મસા થઇ જશે ગાયબ

આજે સુંદર દેખાવું કોને પસંદ નથી. આપણે ઘણીવાર આપણા ચહેરાની સુંદરતા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જો ચહેરા પર મસા નીકળે તો તેના કારણે ચહેરાની સુંદરતા પર તેની ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે ત્વચામાં મેલાનિન હોવાને કારણે ચહેરા પર મોટા મસા નીકળે છે, તેથી ઘણા લોકોને જન્મ સમયથી જ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હોવ તો આ માટે તમે ઘરમાં વપરાતા લસણનો ઉપયોગ કરી શકો છો, જો કે તેમાં તમારે કેટલીક વસ્તુઓ પણ મિક્સ કરવી પડશે, તો જ તમને લાભ મળશે.

લસણની મદદથી ગાયબ થઈ જશે મસા

‌‌લસણનો ઉપયોગ કરીને તમે ચહેરા અને ગરદન પર રહેલ મસાને દૂર કરી શકો છો. આ માટે લસણની છાલ ઉતારીને ત્રણ-ચાર કળીઓ અલગ કરી લો. પછી આ કળીઓને છરીની મદદથી નાના-નાના ટુકડામાં કાપી લો અને પછી તેને મસા પર મૂકો અને પાટો ચોંટાડો. તેને લગભગ 5 થી 6 કલાક સુધી આ રીતે રહેવા દો અને છેલ્લે સ્વચ્છ પાણીથી ફેસને ધોઈ લ્યો. જો રેગ્યુલર આ રીત અપનાવશે તો થોડા જ દિવસોમાં મસા ગાયબ થઈ જશે.

લસણ સાથે મિક્સ કરો આ 2 વસ્તુઓ

1. લસણ અને ડુંગળી
ચહેરા પરથી મસા દૂર કરવા માટે ડુંગળીને લસણ સાથે મિક્સ કરી શકાય છે. પહેલા બંનેને સારી રીતે ગ્રાઇન્ડ કરો અને પછી રસ નિચોવો. હવે તેને કોટનની મદદથી મસા પર લગાવીને લગભગ 20થી 30 મિનિટ રહેવા દો. છેલ્લે સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

2. લસણ અને એરંડા ઓઈલ
લસણ અને એરંડાનું તેલ સામાન્ય રીતે વાળના વિકાસ અને વાળને મજબૂત કરવા માટે એરંડા તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે તેનો ઉપયોગ લસણ સાથે કરશો તો હઠીલા મસા પણ અદૃશ્ય થઈ જશે. આ માટે લસણની 2થી 3 કળીઓ લો અને તેમાં એરંડા તેલના થોડા ટીપા મિક્સ કરો. રાત્રે સૂતી વખતે અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો અને સવારે પાણીથી ધોઈ નાખો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow