હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

હળદરવાળું દૂધ અકસીર દવા

તમારા ઘરમાં દાદી-નાનીના મોંઢેથી વારંવાર સાંભળ્યું હશે કે હળદરવાળુ દૂધ દરેક બિમારીની દવા છે. ઔષધિય ગુણોથી ભરપૂર આ દવા ખરેખર ફાયદાકારક છે. હળદરવાળા દૂધમાં અનેક બિમારીઓ સામે લડવાની તાકાત હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ જો તેમાં ગોળ મિલાવી દેવામાં આવે તો તેનાથી મળતા ફાયદા ડબલ થાય છે. આ દૂધ શરીરની ઈમ્યુનિટી વધારીને અનેક બિમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. આવો જાણીએ કે હળદરવાળુ દૂધ પીવાથી કયા ફાયદા થાય છે.

દુ:ખાવો દૂર કરે

હળદરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ દુ:ખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. ગોળ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે નબળા હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. જેનાથી સ્નાયુમાં દુ:ખાવાની પરેશાની દૂર થાય છે.

શરીર મજબૂત બનાવો

જો તમારું શરીર નબળુ છે તો હળદરવાળું દૂધ પીવુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. હળદર, ગોળ અને દૂધમાં રહેલા પોષક તત્વ શરીરને મજબૂત બનાવવાનુ કામ કરે છે. આ દૂધન સેવન જો દરરોજ કરીએ તો બધી નબળાઈ દૂર થઇ જશે.

પાચનમાં ફાયદાકારક

હળદર અને ગોળવાળુ દૂધ પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે. ગોળમાં રહેલા પોષક તત્વ પાચનની સમસ્યાને દૂર કરવાનુ કામ કરે છે. દૂધમાં આ વસ્તુઓને મિલાવીને પીવાથી અપચો અને કબજીયાત થતી નથી. ગોળ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે. ગોળ અને હળદરવાળુ દૂધ પીવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow