રાજકોટમાં ઇમિટેશનનું કામ કરતો શખ્સ દારૂની 50 બોટલ સાથે ઝડપાયો

રાજકોટમાં ઇમિટેશનનું કામ કરતો શખ્સ દારૂની 50 બોટલ સાથે ઝડપાયો

શહેરના જુદા જુદા છ સ્થળે દારૂ-જુગારના દરોડા પાડી 4 મહિલા સહિત 19 શખ્સને પકડી પાડ્યા છે. જૂના મોરબી રોડ પર આવેલી શ્રીપાર્ક સોસાયટીમાં એક શખ્સ વિદેશી દારૂ સાથે ઊભો હોવાની માહિતીના આધારે પોલીસ તુરંત ત્યાં દોડી ગઇ હતી. દરોડા દરમિયાન નંબર વગરના વાહન સાથે ઊભેલા શખ્સને પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતા તે આ જ વિસ્તારમાં રહેતો અને ઇમિટેશનનું કામ કરતો સુનીલ ગણપત જાદવ હોવાનું જણાવ્યું હતું. જ્યારે સ્કૂટરના આગળના ભાગે રહેલા થેલાની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 50 બોટલ મળી આવી હતી. સ્કૂટર, દારૂ કબજે કરી સુનીલ જાદવની પૂછપરછ હાથ ધરી છે. સોમનાથ સોસાયટી-3માં રહેતા મહમદભાઇ સલામતખાન પઠાણ નામના વૃદ્ધને તેના ઘરેથી વિદેશી દારૂની 7 બોટલ સાથે પકડી પાડ્યા હતા.

જુગારનો પ્રથમ દરોડો નાનામવા રોડ, દેવનગર-3માં અજય હરેશ પરમારના મકાનમાં પાડ્યો હતો. અહીંથી અજય સહિત ધવલ ભવાન પરમાર, વિનોદ છગન મકવાણા, રવિ ભવાન પરમાર, પ્રકાશ ટપુ પરમાર, શૈલેષ કિશોર રાઠોડને રૂ.15,750ની રોકડ સાથે, રેલનગર, શ્રી રેસિડેન્સીમાં જિતેન્દ્ર જીતુ મુકેશ કડવાતરના ફ્લેટમાંથી જિતેન્દ્ર ઉર્ફે જીતુ ઉપરાંત અરૂણ રસિક નિમાવત, મનિષા રવિ કડવાતર, હિરા ભરત વ્યાસ, અરૂણા દીપક રાઠોડ, જશુ રાજેન્દ્ર કુબાવતને રૂ.10,140ની રોકડ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow