સિવિલની બીમારીનો કાયમી ઈલાજ શોધાયો

સિવિલની બીમારીનો કાયમી ઈલાજ શોધાયો

રાજકોટ સિવિલ હોસ્પિટલ પોતાના અંધેર અને અણઘડ વહીવટ માટે ગુજરાતભરમાં કુખ્યાત છે. તબીબી અધિક્ષક જાણે માત્ર ફાઈલો પર સહી જ કરી રહ્યા છે અને દર્દીઓની હાલાકી અને તેમની ચીસો કાને અને આંખે આડી આવતી જ ન હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. આ અંધેર વહીવટનો સૌથી સારો વિકલ્પ સાંસદ રામભાઈ મોકરિયાએ શોધ્યો છે અને તે મામલે તેઓએ સ્થાનિક વહીવટી તંત્રને સૂચન તો કર્યું જ છે સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગને પણ જાણ કરી ઝડપથી પગલાં લેવાય તે માટે પ્રક્રિયા શરૂ કરી છે.

સાંસદે જણાવ્યું હતું કે, સિવિલમાં સ્કિન બેંકના લોકાર્પણ સમયે વિવિધ વિભાગના અધિકારીઓ એકઠા થયા હતા તેથી સિવિલમાં સુધાર લાવવા માટે ચર્ચા થઈ હતી. જેને લઈને સૂચન કર્યું છે કે હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશન માટે ડેપ્યુટી ક્લેક્ટર કક્ષાની વ્યક્તિની વહીવટદાર તરીકે નિમણૂક થવી જોઇએ. આ નિમણૂકથી નાનામાં નાનીથી માંડી મોટામાં મોટી વહીવટી બાબતો, ક્ષતિઓ નિવારી શકાશે તેમજ સરકારના અન્ય વિભાગો સાથે પણ સંકલન કરી દર્દીઓ માટે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ આપી શકાશે.

આ સૂચન આપતા અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે, અમદાવાદ અને વડોદરામાં આ જ રીતે વહીવટદારો નિમાયેલા છે. આ નિમણૂક માટે ખાસ જગ્યા ઊભી કરવાની હોવાથી આ મામલે રાજ્યના આરોગ્ય વિભાગને લેખિતમાં સૂચન મોકલીને સરકાર તરફથી ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસો કરવામાં આવશે.

પાર્કિંગ મનપા આપે, પોલીસ મુકાવો, અધિકારીઓને અપાઈ સૂચના
સાંસદે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચોક બ્રિજની નીચે મનપા પે એન્ડ પાર્ક માટે વિચારી રહી છે તેને બદલે સિવિલ હોસ્પિટલના પાર્કિંગ માટે આપે જેથી કેમ્પસમાં જગ્યા મળે અને લોકો હેરાન ન થાય. ઉપરાંત પોલીસ કમિશનરને સિવિલની પોલીસ ચોકીમાં વધુ 3થી 4 પોલીસ કર્મીની નિમણૂક કરી તેમને ટ્રાફિક સંચાલન તેમજ અસામાજિક તત્ત્વોને દૂર કરવાનું કામ સોંપવું જોઈએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow