વજન ઘટાડવા માટે રામબાણ છે 'લિક્વિડ ડાયેટ', પરંતુ આ વાતોનું રાખો ખાસ ધ્યાન

વજન ઘટાડવા માટે રામબાણ છે 'લિક્વિડ ડાયેટ', પરંતુ આ વાતોનું રાખો ખાસ ધ્યાન

વજનને ઘટાડવા માટે લોકો શું શું નથી કરતા. એકથી વધારે એક ડાયેટ અને લિક્વિટ ફૂડ લે છે. જેથી વેટ ઓછુ કરવામાં મદદ મળી શકે. દરેકનું વજન ઘટાડવાની રીત અલગ અલગ હોય છે. કોઈ વેજિટેબલ અથવા ફ્રૂડ ડાયેટથી વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરે છે કોઈ લિક્વિડ ડાયેટની પણ મદદ લે છે.

આ દિવસોમાં લોકો સૌથી વધારે લિક્વિડ ડાયેટને ઈન્પોર્ટન્સ આપે છે. લિક્વિડ ડાયેટ એ ડાયેટ હોય છે. જેમાં ફક્ત લિક્વિડ વસ્તુનું સેવન કરવામાં આવે છે. લિક્વિડ ફૂડ એ દર્દીઓને આપવામાં આવે છે જે કોઈ ચિકિત્સા પ્રક્રિયાથી પસાર થતુ હોય છે અથવા પહેલા કોઈ સર્જરી કરાવી ચુક્યા હોય છે.

લિક્વિડ ડાયેટ વખતે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ
જો તમે પણ લિક્વિડ ડાયેટ ફોલો કરવા માંગો છો તો તમારા માટે આ જાણવું જરૂરી છે કે આ ડાયેટનું પાલન ફક્ત અમુક જ દિવસ માટે કરવામાં આવે છે. કારણ કે એક અઠવાડિયા બાદ તમને કમજોરીનો અનુભવ થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે લિક્વિડ ડાયેટ તમારા શરીરને યોગ્ય માત્રામાં પોષક તત્વ અને કેલેરી નથી આપી શકતું માટે તેનું વધારે દિવસ સુધી પાલન કરવું યોગ્ય નથી થતું. ખાસ કરીને તમે પહેલાથી કમજોર હોય તો તમને આ ડાયેટને લઈને ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને પછી તેનું પાલન કરવું જોઈએ.

પોષક તત્વોનું રાખો ધ્યાન
લિક્વિડ ડાયેટમાં એવું સુનિશ્ચિત કરવું જરૂરી છે કે લિક્વિડ ફૂડનું સેવન લગભગ 1300-1500 કિલો કેલેરીની વચ્ચે હોય. તે ઉપરાંત તમને એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે જે પણ લિક્વિડ ફૂડ તમે લઈ રહ્યા છો તેમાં પ્રોટીનની સાથે સાથે બધા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોવા જોઈએ.

કારણ કે પોષકતત્વોની કમીના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે. વજન ઓછુ કરવાનો મતલબ એ બિલકુલ નથી કે તમે પોષક તત્વોને નજરઅંદાજ કરી દો. ધ્યાન રાખો કે જે પણ ડાયેટ તમે લઈ રહ્યા છો તે પોષક તત્વોથી ભરપૂર હોવી જોઈએ.

ટોક્સિન્સને બહાર કાઢવામાં ફાયદાકારક
લિક્વિડ ડાયેટમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આજ કારણ છે કે મોટાભાગના લોકોને આ ડાયેટ ખૂબ જ પસંદ આવે છે. લિક્વિડ ડાયેટ તમારા શરીર માંથી પોતાની જાતે ટોક્સિન્સને બહાર કાઠવાનું શરૂ કરી દે છે જે ખૂબ જ જરૂરી છે વજન ઘટાડવા માટે લિક્વિડ ડાયેટ એક સારો ઓપ્શન હોઈ શકે છે. જો તમે તેનું યોગ્ય રીતે પાલન કરો તો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow