દેવાયત ખવડના મારામારી કેસમાં નવો વળાંક

દેવાયત ખવડના મારામારી કેસમાં નવો વળાંક

રાજકોટના દેવાયત ખવડના મારામારીના કેસમાં બચાવપક્ષના વકીલે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે કારણ કે CCTVમાં માર મારનારનું મોઢું પણ દેખાતું નથી હોવાનું તેઓનું કહેવું છે.

CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું: વકીલ

‌‌બચાવપક્ષના વકીલ ઉત્કર્ષ દવેના દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે. પોલીસે 307 હેઠળ આ FIR કરી છે. આ FIR સંપૂર્ણપણે ખોટી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી. સાતથી આઠ વખત તેને માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થાય નહીં.

હુમલામાં સંડોવણી ધરાવનાર અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર‌‌

તમને જણાવી દઇએ કે, લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેની પર મયુરસિંહ રાણા નામની વ્યક્તિને માર માર્યાનો આરોપ લાગ્યો છે. આથી તે છેલ્લા કેટલાંક દિવસથી ફરાર હતો. પરંતુ હવે તે પોલીસના શરણે થઇ ગયો છે. ત્યારે પોલીસ આજે દેવાયત ખવડના રિમાન્ડની માંગ કરશે. મયુરસિંહ રાણા પર હુમલાના બનાવમાં પોલીસે દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જોકે બીજી બાજુ હુમલામાં સંડોવણી ધરાવનાર અન્ય શખ્સ હજુ પોલીસ પક્કડથી દૂર છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow