જમ્મુમાં નવો પ્રયોગ ! ગામલોકો બનશે આતંકીઓનો કાળ ! અપાઈ રહી છે હથિયારો ચલાવવાની ટ્રેનિંગ
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ હવે ગામલોકોને નિશાન બનાવવાનું શરુ કર્યુ છે અને આવી સ્થિતિમાં તેમને હવે લડવા માટે તૈયાર કરવા જરુરી હોવાથી એક મોટો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં જ જમ્મુના પુંછ અને રાજૌરીમાં થયેલા ભયાનક હત્યાકાંડ બાદ હવે તેમને રાઈફલોની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવાયો છે. રાજૌરી જિલ્લાના ધનગરીમાં ગ્રામ રક્ષા સમિતિના એક સભ્યને SLR રાઈફલો જ્યારે કેટલીક ગ્રામ રક્ષા સમિતિઓના બેથી ત્રણ સભ્યોને સ્વચાલિત રાઈફલ્સ પણ અપાઈ છે.
100 VDC સભ્યોને નવા શસ્ત્રો અપાયા
રાજૌરી જિલ્લાના ધનગરી ગામમાં સોમવારે એક વિશેષ શિબિર યોજાઈ હતી. આતંકી હુમલા સમયે પોતાની સુરક્ષા કરી શકે તે આશયથી આ શિબિરમાં લગભગ 100 VDC સભ્યોને નવા શસ્ત્રો અપાયા હતા. આ 100 સભ્યોમાંથી 40 પૂર્વ સૈનિકોને SLR શસ્ત્રો અપાયા છે. ઉપરાંત પોલીસ દ્વારા યોજાયેલી આ શિબિરમાં 60 સ્થાનિક લોકોને પણ શસ્ત્રો અપાયા છે.
300 રાઈફલો, 40 સેલ્ફ-લોડિંગ રાઈફલો અપાઈ
અત્યાર સુધીમાં 303 રાઈફલો અપાઈ છે, જ્યારે 40 પૂર્વ સૈનિકોને સેલ્ફ-લોડિંગ રાઈફલો એટલે કે SLR બંદુકો અપાઈ છે. ઉપરાંત જે લોકો શસ્ત્ર ચલાવાના માહિર નથી તે લોકોને ગામના પૂર્વ સૈનિકો ટ્રેનિંગ આપશે.