આંબેડકરનગરમાં છરીના 4 ઘા ઝીંકી મનપાના કર્મચારીની હત્યા`

આંબેડકરનગરમાં છરીના 4 ઘા ઝીંકી મનપાના કર્મચારીની હત્યા`

શહેરના 80 ફૂટ રોડના આંબેડકરનગરના ગેટ પાસે બુધવારે રાત્રિના થોરાળા વિસ્તારના યુવક અને મનપાના કર્મચારીને જૂની અદાવતનો ખાર રાખી છરીના ચાર ઝીંકી મોતને ઘાટ ઊતારી દીધો હતો. પોલીસે કેટલાક શકમંદોને ઊઠાવી લીધા હતા.

નવા થોરાળામાં સ્વામિનારાયણ સ્કૂલ સામે રહેતો સિધ્ધાર્થ જીવણભાઈ મકવાણા (ઉ.વ.21) રાત્રિના 11 વાગ્યે આંબેડકરનગરના ગેટ પાસે હતો ત્યારે કેટલાક શખ્સો તેની પાસે ધસી ગયા હતા અને માથાકૂટ શરૂ કરી હતી. થોડીજવારમાં મામલો તંગ થઈ ગયો હતો અને ઉશ્કેરાયેલા શખ્સોએ સિધ્ધાર્થને છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા.

ઘટનાના પગલે લોકોને ટોળાં એકઠાં થઈ જતાં હુમલોખોરો નાસી છૂટ્યા હતા. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાના પગલે થોરાળા પીઆઈ જેઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પીઆઈ જેઠવાએ જણાવ્યું હતું કે, સિધ્ધાર્થ મનપાના કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતો હતો. અગાઉના ઝઘડાના મનદુ:ખમાં હત્યા થયાનું ખુલ્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow