સાસરિયાના ત્રાસથી બે સંતાનો સાથે માતાએ ડેમમાં મોતની છલાંગ મારી

સાસરિયાના ત્રાસથી બે સંતાનો સાથે માતાએ ડેમમાં મોતની છલાંગ મારી

લીમખેડા તાલુકાના ટીંબા ગામની પરીણિતાએ પોતાની કુમળીવયની બે પૂત્રીઓ સાથે ઉમરિયા ડેમમાં મોતની છલાંગ મારતાં ત્રણેના મોત થયા હતાં. બે પૂત્રીઓના મૃતદેહ સવારે જ્યારે માતાની લાશ સાંજના સમયે મળી આવી હતી. સાસરીમાં ત્રાસ હોવાને કારણે પરીણિતાએ આ અવીચારી પગલું ભર્યુ હતું.

લીમખેડા તાલુકાના ટીંબા ગામના વેડ ફળિયામાં રહેતી 12માં ધોરણ સુધી ભણેલી પરીણિતા જયાબેન કલ્પેશભાઈ બારીયાએ ગત 18 મી માર્ચ શનિવારના રોજ વહેલી સવારે કોઈક અગમ્ય કારણસર મનમાં લાગી આવતા પોતાની 5 વર્ષની દીકરી પ્રજ્ઞાબેન તથા 2 વર્ષની દીકરી મેઘાબેનને સાથે રાખી પોતાની તથા બંને સંતાનોની જીવનલીલાનો અંત આણવાના ઇરાદે ઉમરીયા ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું. આ બાબતની જાણ ટીંબા ગામમાં તથા જયાબેનના પિયર કુંડલી ગામમાં વાયુવેગે પ્રસરતા ભારે ચકચાર સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ગામમાં ભારે ચકચાર સાથે શોકનું મોજુ ફરી વળ્યું
​​​​​​​આ બનાવ સંદર્ભે લીમખેડા પોલીસે નરવતભાઈ બારીયાની ફરિયાદના આધારે અકસ્માતે મોત મુજબનો ગુનો નોંધયો હતો. 2 વર્ષની બાળકી મેઘાબેનનો મૃતદેહ શનિવારે જ ડેમના પાણીના કિનારા ઉપરથી મળી આવ્યો હતો.જ્યારે 5 વર્ષની બાળકી પ્રજ્ઞાબેનનો મૃતદેહ દેવગઢબારિયા ફાયરબ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી સોમવારે સવારે મળી આવી આવી હતી. જયાબેનની લાશ મોડી સાંજે પાણી ઉપર આવતાં મૃતદેહના પીએમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow