દાહોદથી મજૂરી માટે જતી માતા કોઇ પણ સ્થળેથી રસીકરણ કરાવી શકશે

દાહોદથી મજૂરી માટે જતી માતા કોઇ પણ સ્થળેથી રસીકરણ કરાવી શકશે

દાહોદ જિલ્લામાં સ્થળાંતરનું પ્રમાણ ઘણું મોટુ છે. બાળકના જન્મ બાદ તેને સાથે લઇને પરગામોમાં જવાની મજબુરી હોવાથી અહીંની માતા અને તેના બાળકોને રસીકરણ સહિતની બાબતો માટે ખુબ જ પરેશાની વેઠવી પડતી હતી. જોકે, કેટલીક માતા અને બાળકોનું પુરૂ રસીકરણ પણ થતુ ન હતું.

દેશમાં 8 ઓગસ્ટથી મિશન ઇન્દ્રધનુષનો પ્રારંભ થશે
​​​​​​​ત્યારે હવે માતા અને બાળકનું દેશના કોઇ પણ ખુણેથી રસીકરણ શક્ય બનશે. દેશમાં 8 ઓગસ્ટથી મિશન ઇન્દ્રધનુષનો પ્રારંભ થશે. તેમાં સગર્ભા માતાઓ અને 5 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ કરવામાં આવશે. પહેલાં મિશનમાં 2 વર્ષ સુધીના બાળકો કવર થતં હતા, આ વખતે મિશન ઇન્દ્રઘનુષની સૌથી ખાસ વાત એ રહેશે કે રસીકરણ યૂવીન પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે.

દેશના 65 જિલ્લાઓમાં ટેસ્ટિંગ માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ​​​​​​​
આ પોર્ટલને નિયમિત રસીકરણ માટે તૈયાર કરવામાં આવ્યુ છે. જાન્યુઆરીમાં દેશના 65 જિલ્લાઓમાં ટેસ્ટિંગ માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. દાહોદ આ જિલ્લાઓમાં શામેલ હતો અને આ માટે કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 67 હજાર બાળકોનું રસીકરણ થાય છે. યૂવીન પોર્ટલમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી ખબર પડી જશે કે બાળકને કયા પ્રકારનું રસીકરણ થયુ છે અને કઇ રસી મુકવાની બાકી છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow