ચાલુ બાઇકમાં ટાયરમાં ફસાઈ ગયું વાનર, દ્રશ્ય જોઈને દંગ રહી જશો

ચાલુ બાઇકમાં ટાયરમાં ફસાઈ ગયું વાનર, દ્રશ્ય જોઈને દંગ રહી જશો

સોશિયલ મીડિયામાં એક હેરાન કરી નાખે તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ક્લિપ ઉત્તર પ્રદેશના બારાબંકીની જણાવવામાં આવી રહી છે, જ્યાં એક વાનર રસ્તો પાર કરતી વખતે તિવ્ર ગતિથી બાઈકના આગળના પૈડામાં જઇને ફસાયો. જો કે, વાનર જેવો પૈડામાં ફસાયો. બાઈક સવારે તાત્કાલિક મોટરસાઈકલને રોકી. ત્યારબાદ સ્થાનિકોએ ખૂબ મથામણ કર્યા બાદ વાનરનુ રેસ્ક્યુ કર્યુ. દાવો કર્યો કે આ દુર્ઘટનામાં બાઈક સવાર અને વાનર બંને સુરક્ષિત છે. સ્થાનિકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાંક લોકોએ કહ્યું કે સમજાતુ નથી કે ચાલુ બાઈકના પૈડામાં વાનર કેવીરીતે ફસાઈ ગયુ?

સદનસીબે દુર્ઘટનામાં કોઈને ઈજા થઇ નથી

આ ઘટના બારાબંકીના બદોસરાયની છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બાઈક ચાલક રસ્તા પરથી પસાર થતો હતો કે ત્યારે ત્યાં રસ્તો ક્રોસ કરી રહેલો વાનર અચાનક મોટરસાઈકલની ઝપેટમાં આવી ગયો અને વાહનના આગળના પૈડામાં ફસાઈ ગયો. એવામાં બાઈક સવારે તરત બ્રેક મારી. ત્યારબાદ આજુબાજુના લોકો તેની પાસે પહોંચ્યા. તેમણે ખૂબ સાવધાનીપૂર્વક વાનરને પૈડામાંથી કાઢ્યુ. વાનરને આઝાદ કરતા પહેલા મોટરસાઈકલના પૈડાને ખોલ્યુ. જેવુ વાનર બહાર નિકળ્યું તે ત્યાંથી જતો રહ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઇ નથી. સ્થાનિકોનુ કહેવુ છે કે જો બાઈક સવારે બ્રેક ના મારી હોત તો મોટી દુર્ઘટના થઇ હોત.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow