બેડરૂમમાં આ જગ્યાએ ન લગાવવો જોઈએ અરીસો, પ્રેમ સંબંધમાં આવી શકે છે ખટાશ

બેડરૂમમાં આ જગ્યાએ ન લગાવવો જોઈએ અરીસો, પ્રેમ સંબંધમાં આવી શકે છે ખટાશ

બેડરૂમમાં અરીસો લગાવવાના સાચા નિયમ

આપણા બધાના ઘરમાં અરીસો જરૂર હોય છે. ક્યારેક સજાવટ માટે તો ક્યારેક તૈયાર થવા માટે. મોટાભાગના લોકો અરીસાને બેડરૂમમાં જ લગાવવાનુ પસંદ કરે છે, પરંતુ બેડરૂમમાં અરીસો લગાવવો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. કારણકે તમે તેને પલંગની સામે મુકી દો છો તો તેની નકારાત્મક અસર તેના આખા જીવન પર પડી શકે છે. જાણો બેડરૂમમાં અરીસો લગાવવાના સાચા નિયમ.

પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ

શયનકક્ષ અથવા બેડરૂમમાં તમે આમ તો ક્યાય પણ અરીસો લગાવવી શકો છો, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડની બરોબર સામે અરીસો ના લગાવવો જોઈએ. કારણકે બેડની બરોબર સામે કાચ લગાવ્યો તો સવારે ઉઠતા જ તે દેખાશે, જે અશુભ છે. કહેવાય છે કે સવારે ઉઠતા જ સૌથી પહેલા પોતાની હથેળીઓમાં ભગવાનનુ સ્મરણ કરવુ જોઈએ. જેથી બેડની સામે કાચ ના લગાવશો. આ ઉપરાંત આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં પણ ખટાસ આવી જાય છે અને આ સાથે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની પણ ભોગવવી પડી શકે છે.

કરો આ ઉપાય

પરંતુ તમારા બેડરૂમમાં લગાવેલો આ કાચ ફિક્સ છે અને તમે તેને હટાવી શકતા નથી તો તેના પર રાત્રે ઊંઘતા પહેલા કપડા ઢાંકી દો. એક બીજી વાત કે તમે બેડની સામેવાળી જગ્યાએ એટલેકે તે દિશા, જે તમને ઉઠતા જ સૌથી પહેલા દેખાય છે, તેને છોડીને તમે બેડરૂમની કોઈ પણ દિશામાં અરીસો લગાવી શકો છો.

અચાનક કેમ તુટી જાય છે અરીસો

આ ઉપરાંત તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે કોઈ કાચ અચાનક તુટી જાય છે તો તેનો અર્થ છે કે ઘરમાં આવેલી કોઈ મોટી મુશ્કેલી આ અરીસા પર ટળી ગઇ છે. તેથી આ કાચને મોડુ કર્યા વગર ઘરની બહાર ફેંકી દેવા જોઈએ.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow