લોનના હપ્તાની ઉઘરાણી માટે ગયેલા યુવાન પર હુમલો

લોનના હપ્તાની ઉઘરાણી માટે ગયેલા યુવાન પર હુમલો

શહેરના નાનામવા મેઇન રોડ, શ્યામનગર-3માં રહેતા અને ખાનગી ફાઇનાન્સ પેઢીના લોન વિભાગમાં કલેક્શનનું કામ કરતા વિજયસિંહ અતુલસિંહ પરમાર નામના યુવાને રમીઝ અમરેલિયા નામના શખ્સ સામે ધારદાર સાધનથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, કોઠારિયા રોડ પર આવેલી અલમાઇટી હોસ્પિટલના રમીઝ અમરેલિયાએ લોન લીધી હોય જેના હપ્તા મુદ્દે ગુરુવારે સવારે ફોન કર્યો હતો. ત્યારે રમીઝે ફોન પર વાત નથી કરવી ક્લિનિક પર આવવાની વાત કરી હતી. જેથી પોતે અન્ય કર્મચારી અને બોસ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચી ફોન કરતા રમીઝ ક્લિનિકમાં ઉપયોગમાં લેવાતા ધારદાર સાધન સાથે ધસી આવ્યો હતો અને મારી સાથે ફોન પર કોણ વાત કરતું હતું તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો. મામલો વધુ બિચકતા રમીઝે પોતાના પર ધારદાર સાધનથી હુમલો કરી હાથમાં તેમજ ખભામાં છરકા મારી નાસી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow