જંગલેશ્વરનો શખ્સ 2.38 લાખના શરાબ ભરેલા વાહન સાથે પકડાયો

જંગલેશ્વરનો શખ્સ 2.38 લાખના શરાબ ભરેલા વાહન સાથે પકડાયો

રાજકોટ જિલ્લા અને શહેર પોલીસે ત્રણ સ્થળેથી રૂ.4.13 લાખની કિંમતનો વિદેશીદારૂ પકડી પાડ્યો છે. શાપર પોલીસ નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર પેટ્રોલિંગમાં હતી તે સમયે કોરાટ ચોક પાસેથી એક માલવાહક વાહન શંકાસ્પદ જણાતા તેને અટકાવ્યો હતો. વાહનમાં ચાલક મળી આવતા તેની પૂછપરછ કરતા તે જંગલેશ્વર-28માં રહેતો સેજાદ સીદી હેરંજા હોવાનું જણાવ્યું હતુ. જ્યારે વાહનની તલાસી લેતા અંદરથી વિદેશીદારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 840 બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂ, વાહન મળી રૂ.5.88 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી છે. અન્ય બે દરોડા રાજકોટ શહેર પોલીસે પાડ્યા હતા. જેમાં જામનગર રોડ, સરકારી ગોડાઉન પાછળ અરિહંતનગરમાં રહેતા જયદીપસિહ રણજિતસિંહ ઝાલાને તેના ઘરેથી વિદેશીદારૂની 185 બોટલ સાથે પકડી પાડયો હતો. પૂછપરછમાં તે વિદેશીદારૂ એસઆરપી કેમ્પ સામે વર્ધમાન વિલામાં રહેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપી હતી.

જેથી પોલીસે ત્યાં દરોડો પાડતા પોલીસને યુવરાજસિંહ હાથ લાગ્યો ન હતો. પરંતુ તેના ઘરમાંથી વિદેશીદારૂની 175 બોટલ મળી આવી હતી. પોલીસે બંને સ્થળેથી રૂ.1.75 લાખનો દારૂ કબજે કરી જયદીપસિંહની ધરપકડ કરી છે અને યુવરાજસિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય બનાવમાં ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસેથી હેમલ હર્ષદ પરમારને વિદેશીદારૂની 10 બોટલ સાથે, ગાયત્રીનગર મેઇન રોડ પરથી પ્રદીપ ઉર્ફે પદીયો ભીખુ દેવડાને વિદેશીદારૂની 12 બોટલ સાથે પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow