પંજાબના CM ભગવંત માનના ઘર પાસે જીવતો બોંબ મળતા એરિયામા સનસની, સરકારી તંત્રમાં દોડધામ

પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનનાં હેલીપેડ પાસેથી સોમવારે બોમ્બ શેલ BOMB SHELL મળી આવ્યું છે. કેરીનાં બગીચામાં આ બોમ્બ શેલ દેખાયું છે. ચંડીગઢમાં પંજાબ અને હરિયાણાનાં સીએમનાં ઘરથી થોડે દૂર જ આ બોમ્બ શેલ મળી આવેલ છે. પોલીસે રેતીની થેલીઓથી તેને ઢાંકી દીધેલ છે. સાથે જ એરિયાની આસપાસ દોરી બાંધી કવર કરી લીધેલ છે.
પોલીસ તરત જ એક્શનમાં
રજિન્દ્રા પાર્કની પાસે બનેલ આ હેલીપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાનાં સીએમ કરે છે. બોમ્બ નિરોધક ટીમને તાત્કાલીક આ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ચંડીગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સીએમ હાઉસની નજીક બોમ્બ શેલ મળવાની ઘટનાને મોટાં ષડયંત્રનાં રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
આવાસ પર નહોતા ભગવંત માન
ભારતીય સેનાનાં પશ્ચિમી કમાન પણ આ મુદે તપાસ કરી રહી છે. સાંજે આશરે 4-4:30 આસપાસ એક ટ્યૂબવેલ સંચાલકે પંજાબનાં મુખ્યમંત્રીના આવાસ અને હેલીપેડની પાસે કેરીનાં બાગમાં બોમ્બ શેલ જોયો હતો. પંજાબનાં સીએમ માન આ સમગ્ર ઘટના દરમિયાન પોતાના ઘરે નહોતાં.
અધિકારી સંજીવ કોહલીએ આપી માહિતી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચંડીગઠનાં નોડલ અધિકારી સંજીવ કોહલીએ કહ્યું કે અહીં એક બોમ્બ શેલ મળી આવેલ છે. પોલીસે અને બોમ્બ નિરોધક દળની મદદથી તેને સુરક્ષિત કરી લેવાયું છે. સેનાની એક ટીમને પણ આ સ્થળે બોલાવવામાં આવ્યું છે. અમે એ જાણવાનાં પ્રયત્નો કરી રહ્યાં છીએ કે આ અહીંયા કેવી રીતે પહોંચ્યું. હાયર ઑથોરિટી સાથે વાતચીત ચાલી રહી છે.