ગોંડલ પાસે કારખાનાનાં બોઇલરમાં આગ ભભૂકી

ગોંડલ પાસે કારખાનાનાં બોઇલરમાં આગ ભભૂકી

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ગેલેક્સી પંપ પાછળ ફર્નિચર બનાવવાના કારખામાં આજે અચાનક જ આગ લાગી હતી, ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના બે ફાયર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનાથી બોઇલરને નુકસાન થયું હતું.

અને માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. અલબત આગ લાગવાનું કારણ અંકબંધ રહ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત સ્થળે આવેલા પલ ફર્નિચર નામના કારખાનાનાં બોઇલરમાં આગ લાગી હતી. આગની જાણ ફાયર ફાઈટર ને કરાતા બે ફાયર ફાઈટરએ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

ફર્નિચરના કારખાનામાં બોઇલરનો ડસ્ટ (ધૂળ) ખેંચવામાં ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં આગ લાગતા બોઇલર સાથે માલસામાન બળીને ખાખ થતા જંગી નુકશાન થવા પામ્યું હતું તંત્રએ આગ ક્યાં કારણોસર આગ લાગી તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

ફાયર ફાઈટરોએ એક કલાક સુધી સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. પળવારમાં જ આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે મહામહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ગોંડલ ફાયરના જયરાજસિંહ ચુડાસમા, નિખિલ પટેલ, હાર્દિક રબારી, અશ્વિન, કિશોરદાન ગઢવી, અજયસિંહ વાળા અને વિરુભાઈ જાડેજા સહિતના દોડી ગયા હતા અને આગ ઠારી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow