‘તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી’ તેમ કહેતા બે પરિવાર વચ્ચે મારામારી

‘તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી’ તેમ કહેતા બે પરિવાર વચ્ચે મારામારી

શહેરના રૈયા ગામમાં બે પરિવાર ઘાતક હથિયારો સાથે આમને સામને આવી જતા આઠ વ્યક્તિને ઇજા થઇ છે. સંબંધ રાખવાના દબાણ મુદ્દે મામલો બિચક્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.સાગર ગોવિંદભાઇ જખાનિયાની પત્નીને અર્જુન ભીખાએ તું કેમ મારી સાથે સંબંધ નથી રાખતી તેમ કહી વાળ પકડી નીચે પછાડી હતી. બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા. મામલો વધુ બિચકતા અર્જુન, તેનો ભાઇ મુકેશ, રાજુ, હરજી ભના, બાબુ ભના, ગોપાલ બાબુ, નવઘણ બાબુ અને જોશના બાબુ પાઇપ, કુહાડી, ધોકા સાથે ધસી આવી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હુમલામાં સાગરને તેમજ તેના પિતા, પત્નીને ઇજા થઇ હતી. સામા પક્ષે અર્જુન ભીખા અઘારિયાએ સાગર ગોવિંદ, વિરમ પોપટ, ગોવિંદ પોપટ, ધરમશી પોપટ, ધીરૂ પોપટ, રમેશ પોપટ, ધના પોપટ, હરસુખ ગોવિંદ, બાબર ગોવિંદ, શિવા વિરમ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં સાગરની પત્નીને સંબંધ રાખવાનું કહેતા તેના પતિ સહિતનાઓએ માથાકૂટ કરી પાઇપ, ધોકાથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં અર્જુન, તેનો ભાઇ, માતા-પિતાને ઇજા થઇ છે. યુનિવર્સિટી પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ સામસામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.મારામારીનો અન્ય બનાવ આરટીઓ પાછળ માલધારી સોસાયટી-4માં બન્યો હતો.

અહીં રહેતા વાણીબેન ચંદુભાઇ સોલંકી નામની પરિણીતાને પાડોશમાં રહેતા દીપક ભણા સોલંકી અને તેના દીકરા રાજુ ઉર્ફે બસો સામે માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી દીપક સોલંકીની પુત્રી અગાઉ કોઇ છોકરા સાથે ભાગી ગઇ હતી. જે મુદ્દે દીપકને શિખામણ આપી હોય તેનો ખાર રાખી આજે સવારે પોતે ઘર પાસે હતી. ત્યારે દીપકે અને તેના પુત્રે કચરો ઉપાડી લેવાનું કહી ઝઘડો કરી માર મારી ઇંટના છૂટા ઘા કરી ઇજા પહોંચાડી છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી પિતા-પુત્રને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow