રાજકોટમાં સુસાઇડ નોટ લખીને 2 બાળકોના પિતાએ ગળાફાંસો ખાઈ લીધો, અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ…જાણો સમગ્ર ઘટના વિગતવાર…

રાજકોટમાં સુસાઇડ નોટ લખીને 2 બાળકોના પિતાએ ગળાફાંસો ખાઈ લીધો, અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ…જાણો સમગ્ર ઘટના વિગતવાર…

કોટડા સાંગાણીમાં યુવાને પોતાના ઘરે જ ફાંસો ખાઇને મોત માગી લીધું હતું. જો કે તેણે આવું પગલું શા કારણે ભરી લીધું એ કારણ હજુ અકબંધ જ છે. પોલીસે તેમના પરિવારજનોની પૂછપરછ આરંભી વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના પગલાંથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. કોટડા સાંગાણી ખાતે ગોંડલ રોડ પર રહેતા સંજય ધીરુભાઈ વઘાસીયા (ઉ.વ.૪૫) નામના પરિણીત યુવાને પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં તેમણે તાત્કાલિક ધોરણે યુવાનને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી,પીએમ માટે ખસેડ્યો હતો અને આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસે આપઘાતથી મોત અંગે નોંધ કરી અને વધુ તપાસ આરંભી છે.તપાસનીશ અધિકારી વી.પી.કનારાએ જણાવ્યું હતું કે મૃતકે સ્યુસાઇડ નોટ લખી છે અને તેમાં કોઇ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમ છતાં અમુક એવી વિગતો સાંપડી રહી છે કે થોડા સમય પહેલાં તેમના ઘરે ફર્નિચર વેચવાનું હોઇ, અમુક મહિલા સભ્યો જોવા આવ્યા હતા અને બાદમાં કોઇ અજાણ્યા શખ્સે એવો આરોપ મૂકયો કે તેણે છેડતી કરી છે.

જો કે પરિવારજનો આ બાબતે કશું કહેવા હજુ તૈયાર નથી અને એ ફોન કોનો હતો એ પણ સામે આવ્યું નથી અને એ હકિકતને પુષ્ટિ પણ મળતી નથી, તેમ છતાં હજુ વિધિવત કોઇ સામે ફરિયાદ નોંધાવાઇ પણ નથી. તપાસ હજુ ચાલુ છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow