રાજકોટ યાર્ડમાં ખેડૂતે કહ્યું: 'નાફેડ વાળા દેખાતા જ નથી અને આવે તો 45 MMથી નીચેની ડુંગળી ખરીદતા નથી'

રાજકોટ યાર્ડમાં ખેડૂતે કહ્યું: 'નાફેડ વાળા દેખાતા જ નથી અને આવે તો 45 MMથી નીચેની ડુંગળી ખરીદતા નથી'

રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા આવતાઆવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ યાર્ડમાં ખેડૂતોને ખાનગી હરરાજીમાં મણના ભાવ 60 થી લઈને 200 રૂપિયા જ ભાવ મળી રહેતા છે. બીજી બાજુ તેઓ એવો આક્ષેપ કરે છે કે, નાફેડ વાળા દેખાતા જ નથી અને આવે તો 45 MMથી નીચેની ડુંગળી ખરીદતા નથી'

ખેડૂતો પોતાની ડુંગળી વેચી નથી શકતા
આ અંગે હડમતાળા ગામના ખેડૂત રસિકભાઈએ જણાવ્યું હતું કે, નાફેડમાં ખેડૂતો પોતાની ડુંગળી વેચી નથી શકતા. 45 MMથી નાની ડુંગળીની નાફેડવાળા ખરીદતી નથી. હકીકતે 45 MMથી નાની ડુંગળીનો નિકાલ કરવો એ જ સૌથી મોટી સમસ્યા છે. કારણ કે ખુલ્લા બજારમાં એના જ ભાવ નથી મળતા.

હડમતાળા ગામના ખેડૂત રસિકભાઈ

આવક સ્વીકારવામાં આવે
વધુમાં તેમણે જણાવ્યું હતું કેમ હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. જો આવા સંજોગોમાં ડુંગળીની આવક સ્વીકારવામાં આવે અને ખુલ્લામાં રાખીએ તો માલ બગડી જાય. હવે યોગ્ય રીતે ખરીદી કરવામાં આવે તો અમને લાભ થાય.

ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેમની મુશ્કેલી વધી

શાકભાજીની આવક પર અસર
નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ધાબડિયું વાતાવરણ જોવા મળે છે તો ક્યાંક માવઠું થયું છે. જો વાતાવરણ યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં તેની અસર શાકભાજીની આવક પર પડી શકે છે. છેલ્લા બે દિવસથી ડુંગળીના વેચાણમાં પણ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેમની મુશ્કેલી વધી છે.ત્યારે ખેડૂતોને માંગ છે કે નાફેડ દ્વારા ક્વોલિટીના ચક્કરમાં ન પડીને તેમની ડુંગળી ખરીદવામાં આવે અને આખા માર્ચ માસ દરમિયાન આ પ્રક્રિયા કરવામાં આવે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow