રાજકોટના ખેડૂતે રૂ.2.88 લાખના વટાણા મોકલ્યા

રાજકોટના ખેડૂતે રૂ.2.88 લાખના વટાણા મોકલ્યા

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર માધવ પાર્ક મેઈન રોડ પર રહેતા ભાવેશભાઇ રવજીભાઇ વઘાસીયા (ઉ.વ.35)એ ફરિયાદમાં વ્રજલાલ ઉર્ફે વિજય મનસુખભાઈ પાનસુરીયા વિરુદ્ધ છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

કઠોળનો વેપાર કરુ છુ
ભાવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પરીવાર સાથે રહું છુ અને મારે કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે ખેતીની સાડા 12 વિઘા જમીન છે જેમા ખેતી કામ કરૂ છુ. બે મહીના પહેલા મને ફોન આવેલ અને કહેલ કે હુ વ્રજલાલ ઉર્ફે વિજય મનસુખભાઇ પાનસુરીયા બોલુ છુ અને હુ અનાજ અને કઠોળ ખરીદવાનો જથ્થાબંઘ વેપાર કરુ છુ. તમારા કોઇ પરીચયમાં હોય કે તમારે અનાજ કઠોળ વેચાણ આપવાના હોય તો મને ફોનથી જણાવજો હું સારો એવો ભાવ આપીશ.

બે ત્રણ દિવસમા પેમેન્ટ કરી દઇશ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ મે કહેલ કે મારે સુકા વટાણા વેચવાના છે હું તમને થોડા દિવસ પછી વાત કરીશ તેવુ કહી વાત પુરી કરેલ ત્યાર બાદ આ વ્રજલાલ ઉર્ફે વિજય પાનસુરીયાનો મારા ઉપર ફોન આવતો હતો અને અમો પરીચયમાં આવેલ અને મારી સાથે વિશ્વાસ કેળવેલ હતો. જેથી હું તેના વિશ્વાસમા આવી ગયેલ અને મને ફોન કરી કહે કે તમારે સુકાવટાણા વેચાણ આપવા હોય તો મને વેચાણથી આપો હુ બે ત્રણ દિવસમા પેમેન્ટ કરી દઇશ તેમ અમોને વિશ્ર્વાશ અને વચન આપ્યું હતું. જેથી મને કહેલ કે હું આયશર ટ્રક તમો કહો તે જગ્યાએ મોકલુ છુ. તેમાં તમો સુકા વટાણાની બોરીયો ભરાવી આપજો તેમ કહેતા મે તેમને રામપરા (બેટી) માં આવેલી વાસાણી કોલ્ડ ચેઇન પ્રા.લિ,જે આર.કે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 2 મોકલી આપવાનું કહ્યું હતું.

તમો સુકા વટાણા મોકલો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી વ્રજલાલ ઉર્ફે વિજય પાનસુરીયાએ તા.20 જાન્યુઆરીના રોજ બપોરના ગાડી મોકલી આપેલ જેથી મે આ વ્રજલાલ ઉર્ફે વિજય પાનસુરીયાને ફોન કરી કહેલ કે તમારૂ જીજે.03 એજેડ.4509 અહી આવી ગઈ છે. તેમ વાત કરેલ તો તેને કહેલ કે તમો સુકા વટાણા મે મોકલેલ ગાડીમાં ભરાવી આપો અને એક કિલો ભાવ શુ છે જેથી અમોએ એક બીજાએ ચર્ચા કરી એક કિલો વટાણાના રૂ.57 લેખે 5070 કિલોના કુલ રૂપીયા 2,88,990 નક્કી થયા હતા. જેથી મેં પેમેન્ટની વાત કરતા બે ત્રણ દિવસમા હું તમોને આર.ટી.જી.એસ મારફતે પૈસા ચુકવી આપીશ તેવી ખાતરી આપી હતી.

બહાના બતાવતો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાદમાં તેને કુલ કિ.રૂ. 2,88,990 નો માલ આપી તા.20/01ના સુરત મોકલી આપેલ રવાના થયાની જાણ પણ વ્રજલાલને કરેલ હતી. ત્યાર બાદ મે અવાર નવાર આ વ્રજલાલ પાસે નાણાંની માંગણી કરતા હોય પોતે અલગ અલગ બહાના બતાવતો હતો જેથી એરપોર્ટ પોલીસમાં વ્રજલાલ ઉર્ફે વિજય મનસુખભાઈ પાનસુરીયા વિરુદ્ધ છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow