કારખાનામાં ફાંસો ખાઇ કારખાનેદારનો આપઘાત

કારખાનામાં ફાંસો ખાઇ કારખાનેદારનો આપઘાત

શહેરના અટિકા વિસ્તારમાં આવેલા કારખાનામાં કારખાનેદારે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. તેમજ ગંજીવાડા વિસ્તારના યુવકે આજી ડેમ પંખીઘર પાસે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી. યુવકે આર્થિક ભીંસ અને દેણું વધી જતાં પગલું ભર્યું હતું.

નાનામવા રોડ પરના ફૂલવાડીમાં રહેતા કલ્પેશભાઇ સોમાભાઇ ઉંધાડે (ઉ.વ.36) અટિકા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલા પોતાના સાગર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદહેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ગંજીવાડાના સંતોષી ચોકમાં રહેતા સાગર મુકેશભાઇ જમોડે (ઉ.વ.29) સોમવારે સવારે આજી ડેમ પક્ષીઘર પાસે ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, સાગર ઇમિટેશનનું કામ કરતો હતો. કેટલાક સમયથી ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી ગુજરાન ચલાવવા માટે દેણું થઇ ગયું હતું અને તેનાથી કંટાળી પગલું ભરી લીધું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow