રામમંદિર માટે ભક્તે બનાવ્યું 400 કિલોનું તાળું

રામમંદિર માટે ભક્તે બનાવ્યું 400 કિલોનું તાળું

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું તૈયાર કર્યું છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે મંદિર ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ 'દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું' તૈયાર કર્યું છે. આ માટે તેણે ઘણા મહિનાઓ સુધી સખત મહેનત કરવી પડી હતી.

400 કિલોનું તાળું
અલીગઢના સત્યપ્રકાશ શર્મા આ વર્ષના અંતમાં રામ મંદિરના અધિકારીઓને 400 કિલો વજનનું તાળું સોંપવાની તૈયારી કરી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે મોટી સંખ્યામાં ભક્તો ભેટ આપી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે અમારે જોવું પડશે કે અમે આ તાળાનો ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ.

સત્ય પ્રકાશે કહ્યું કે રામ મંદિરને ધ્યાનમાં રાખીને તેમણે ચાર ફૂટની ચાવી સાથે એક વિશાળ તાળું તૈયાર કર્યું છે. તેની ઊંચાઈ 10 ફૂટ, 4.5 ફૂટ પહોળું અને 9.5 ઈંચ જાડું છે. આ તાળાને આ વર્ષની શરૂઆતમાં દર વર્ષે યોજાતા અલીગઢ પ્રદર્શનમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે આ તાળું પરફેક્ટ હોય. આ મારા માટે 'પ્રેમનું પરિશ્રણ' છે. મારી પત્ની રૂકમણીએ પણ આ કામમાં મદદ કરી હતી. સત્ય પ્રકાશ શર્માની પત્ની રુકમણીએ કહ્યું, 'અગાઉ અમે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું તાળું બનાવ્યું હતું, પરંતુ કેટલાક લોકોએ મોટું તાળું બનાવવાનું સૂચન કર્યું, તેથી અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. તાળાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow