મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રાખનાર આધેડ સામે ગુનો નોંધાયો

મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રાખનાર આધેડ સામે ગુનો નોંધાયો

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા આધેડના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી હોવાની ટીપલાઇન મોકલી સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે તપાસના આદેશ કર્ય હતા. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આધેડના મોબાઇલને એફએસએલ ગાંધીનગર મોકલ્યો હતો. જેના રિપોર્ટમાં આધેડે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો ડેટા એકત્રિત કર્યાનું ખૂલતાં આધેડ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.કે. જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગરની મહારાણા પ્રતાપ ટાઉનશિપમાં રહેતા શૈલેષ નવલશંકર દીક્ષિત (ઉ.વ.46)નું નામ આપ્યું હતું, પીએસઆઇ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર તરફથી 22 જુલાઇ 2020ના ટીપલાઇન મળી હતી જેમાં ચોક્કસ મોબાઇલ નંબર અને ફેસબુક એકાઉન્ટ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અપલોડ કરવામાં આવ્યા અને ફરતા કરવામાં આવ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

સાયબર ક્રાઇમ પોલીસની ટીમે તે મોબાઇલ નંબરના યુઝર શૈલેષ દીક્ષિતને બોલાવી તેનો મોબાઇલ કબજે કરી મોબાઇલ ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો. એફએસએલ રિપોર્ટ મુજબ શૈલેષ દીક્ષિતના મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો ડેટા મળી આવ્યાનો રિપોર્ટ આવતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઓ દીપક પંડિતે ગુનો નોંધ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow