ઝોનલ ઓફિસ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે પહોંચી,સિરીયલ નંબર પરથી પગેરું શોધવાનો પ્રયાસ

ઝોનલ ઓફિસ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે પહોંચી,સિરીયલ નંબર પરથી પગેરું શોધવાનો પ્રયાસ

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં લેવાયેલ કોમ્પ્યુટરની ચાલુ પરીક્ષા દરમિયાન ગઈકાલે 27 માર્ચના રોજ પ્રશ્નપત્ર વાઇરલ થયું હતું. આ વાઇરલ થયેલ પ્રશ્નપત્ર રાજકોટથી લીક થયું હોવાની શક્યતાના પગલે રાજકોટ પોલીસ પણ હવે તપાસમાં જોડાઇ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા વાઇરલ પ્રશ્નપત્રના સિરિયલ નંબર ઉપર તપાસ માટે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલ ઝોનલ ઓફિસ પર તપાસ અર્થે પહોંચી છે.

ચાલુ પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર વાઇરલ
રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ગઈકાલે 27 માર્ચને સોમવારના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટરની ચાલુ પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યું હતું.જે પ્રથમ અમરેલીના સાવરકુંડલા ખાતેથી વાઇરલ થયા હોવાની માહિતી આધારે તપાસ કરવામાં આવી હતી.

રાજકોટ પોલીસ પણ હવે તપાસમાં જોડાઇ છે
રાજકોટ પોલીસ પણ હવે તપાસમાં જોડાઇ છે

તપાસના તાર રાજકોટ સુધી લંબાયા
જો કે આ પેપર અમરેલી જિલ્લામાંથી નહિ પરંતુ રાજકોટથી થયા હોવાની શક્યતા આધારે હવે તપાસના તાર રાજકોટ સુધી લંબાયા છે. વાઇરલ પ્રશ્નપત્રનું સિરિયલ નંબર 138669 હતો. જે રાજકોટ કેન્દ્રના હોવાની શક્યતા આધારે શિક્ષણ બોર્ડ દ્વારા તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.જેને લઇ હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝોનલ ઓફિસ ખાતે સિરિયલ નંબરને લઈ તપાસ કરી રહી છે.

પ્રશ્નપત્ર હોવાની કોઈ શક્યતા નથી
અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે વાઇરલ થયેલ પ્રશ્નપત્ર નંબર 138669 છે. જો કે અમરેલી સેન્ટર પર આવેલ પ્રશ્નપત્ર 113231 થી શરૂ કરી 115600 પુરા થઇ જાય છે. માટે આ અહીંયાનું પ્રશ્નપત્ર હોવાની કોઈ શક્યતા નથી. અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી અને અમરેલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ પછી ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા રાજકોટ પોલીસને સૂચના આપવામાં આવતા રાજકોટ પોલીસની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા

પોલીસ તપાસ કરી રહી છે: શિક્ષણ અધિકારી
આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પેપર રાજકોટથી વાઇરલ થયા હોવાનું હાલ સામે નથી આવ્યું પરંતુ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઝોનલ ઓફિસ ખાતે પોલીસ તપાસ કરી રહી છે. રાજકોટ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જાણ નથી કરવામાં આવી ગાંધીનગરથી મળેલી સૂચના આધારે પોલીસ તપાસ કરી રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ ગઈકાલે રાજકોટમાં કોમ્પ્યુટરની પરીક્ષામાં 6757 માંથી 95 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જયારે 6662 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

તપાસના અંતે શું સામે આવશે!
ઉલ્લેખનીય છે કે વાઇરલ થયેલ પ્રશ્નપત્રને લઇ રાજકોટ અને અમરેલી પોલીસ તપાસ કરી રહી છે ત્યારે આ તપાસના અંતે શું સામે આવશે તે જોવું મહત્વનું રહ્યું કારણ કે પરીક્ષાનો સમય 3 થી સાંજના 5.15 વાગ્યા સુધી નો હોય છે જો કે આ પ્રશ્નપત્ર 3.52 વાગ્યે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ચૂક્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow