જીભના ચટાકા સ્વાસ્થ્યને પડી શકે છે ભારે : આ વાંચ્યા બાદ જંકફૂડ ખાવાનું તો દૂર જોવાનું પણ મન નહીં થાય

જીભના ચટાકા સ્વાસ્થ્યને પડી શકે છે ભારે : આ વાંચ્યા બાદ જંકફૂડ ખાવાનું તો દૂર જોવાનું પણ મન નહીં થાય

આ પરિવર્તનોની સાથે આપણે આપણા ખાનપાનની ટેવ પર પણ નિયંત્રણ લાવવાની જરૂર હોય છે. આ ઉંમરે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર ડાયટ લેવું જોઇએ. આજકાલ લોકોને જંકફૂડ ખાવાની ટેવ વધુ હોય છે.

બર્ગર
અમુક લોકોને સતત બર્ગર અને ફ્રેંચફ્રાઈસ ખાવાની ટેવ હોય છે, જે તેમના માટે આગળ જતા સમસ્યા બની શકે છે. આ પ્રકારના ખોરાકમાં ઓમેગા-6 ફેટી એસિડ અને સોડિયમ જેવી વસ્તુઓનું પ્રમાણ વધુ હોય છે.  

આ બંને વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. જેના કારણે હાર્ટ એટેક ઉપરાંત અન્ય ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. એક બર્ગરને પચવામાં લગભગ 24 થી 72 કલાક સુધીનો સમય લાગે છે. બર્ગરમાં રહેલા હાનિકારક ટ્રેંસફેટને પચાવવામાં શરીરને 51 દિવસનો સમય લાગે છે.

એનર્જી ડ્રિંક્સ
એનર્જી ડ્રીંકમાં સારા એવા પ્રમાણમાં કેફિન હોય છે. જે અલગ અલગ બ્રાંડ પ્રમાણે બદલાતું રહેતું હોય છે. રીસર્ચ પ્રમાણે દિવસ દરમિયાન 400 એમજી સુધી કેફિન લેવામાં આવે તો તે વધારે નુકસાન કરતું નથી, પણ વ્યક્તિ એક દિવસમાં એકથી વધુ એનર્જી ડ્રિંક્સ પીતા હોય તો શરીરમાં કેફિનની માત્રામાં વધારો થાય છે. જે તેના શરીર માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. આ પ્રકારના એનર્જી ડ્રિંક્સનાં વધુ પડતા સેવનને કારણે દાંત અને હાડકાને પણ નુક્શાન થાય છે.

સોડા ડ્રિંક્સ
તમે જે કઈ પણ આહાર લો છો, તેની અસર તમારા દાંત અને પેઢા પર ચોક્કસપણે જોવા મળે છે. અમુક આહાર દાંતને મજબૂત બનાવે છે, જયારે અમુક આહાર દાંતને નબળા પાડે છે. સોડા, ડાયેટ સોડા અને સ્વીટ ડ્રીંક્સ, એનર્જી ડ્રિંક્સ દાંતની તંદુરસ્તીને ખુબ નુકસાન પહોંચાડે છે. આવો આહાર લેવાથી કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ, મેદસ્વિતા ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ ડ્રિંક્સમાં જોવા મળતું એસિડ દાંતમાં કેવિટી પેદા કરે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow