મદ્રાસ, મહાર સહિત 5 રેજિમેન્ટ અને મિલિટરી બેન્ડની ટુકડી માર્ચ કરશે

મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રૂપ ભારતીય સૈન્યનું સૌથી જૂનું એન્જિનિયરિંગ સપોર્ટ આર્મ છે. તે ઇતિહાસ રચવા માટે તૈયાર છે. 15 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં MEGના રેજિમેન્ટલ સેન્ટરમાં ભારતીય સૈન્યના સૌથી પ્રતિષ્ઠિત સમારોહ સૈન્ય દિવસ પરેડનું આયોજન થવા જઇ રહ્યું છે. દર વર્ષે દિલ્હીમાં આ પરેડનું આયોજન થાય છે.
સૈન્ય દિવસ પરેડમાં મદ્રાસ રેજિમેન્ટ, આર્ટિલરી રેજિમેન્ટ, પેરા એસએફ, બોમ્બે એન્જિનિયર ગ્રૂપ, મહાર રેજિમેન્ટ, એમઇજી, આર્મી સર્વિસ કોર્પ્સનું એક ઘોડેસવાર જૂથ તેમજ એક મિલિટરી બેન્ડની ટુકડી પરેડ માર્ચમાં ભાગ લેશે. જેમાં 5 રેજિમેન્ટલ બ્રાસ બેન્ડ પણ સામેલ છે. દરેક ટુકડીમાં 3 અધિકારી અને 57 અન્ય રેન્ક સામેલ છે. આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન ભારત માટે દક્ષિણનાં રાજ્યોના લોકોની વીરતા, બલિદાન અને સેવાઓ માટે છે. આ ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પાને એક શ્રદ્ધાંજલિ છે. ભારતીય સૈન્યના જવાનો રમતની સુવિધાઓ પણ ઊભી કરશે અને યુવાઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે મૈત્રીપૂર્ણ મેચનું પણ આયોજન કરશે.
સ્થાનિકો સાથે ભોજન કરીને એકતાનો સંદેશ અપાશે. સૈન્ય પ્રમુખ જનરલ મનોજ પાંડે 15 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં શહીદોના સન્માનમાં પુષ્પાંજલિ અર્પિત કરશે તેમજ સૈન્ય દિવસ પરેડની સમીક્ષા કરશે અને સૈન્યના કૌશલ્ય પર પ્રકાશ પાડતા પરેડ પણ કરશે. કર્ણાટક અને કેરળના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ રવિ મુરુગને કહ્યું કે તેની સાથે અનેક સમસ્યાઓ પણ આવે છે.
પર્યાવરણ સંવર્ધનની થીમ પર 75 હજાર છોડ રોપાશે
દક્ષિણી કમાનમાં ગ્રીન ઇન્ડિયા માટે પર્યાવરણ સુરક્ષા થીમ પર 75,000 છોડ વવાશે. ઉપકરણો તેમજ બેન્ડ પરફોર્મન્સ, ક્વિઝ, પેઇન્ટિંગ તેમજ નિબંધ લેખન, સાઇક્લોથોન, વીરતાથી પ્રેરક વાર્તા સહિત અન્ય કાર્યક્રમ યોજાશે.