માતાનો હાથ છોડાવી રોડ ક્રોસ કરતા બાળકનું કારની ઠોકરે મોત નીપજ્યું

માતાનો હાથ છોડાવી રોડ ક્રોસ કરતા બાળકનું કારની ઠોકરે મોત નીપજ્યું

લોધિકા તાબેના માખાવડ ગામ નજીક માતાનો હાથ છોડાવી રોડ ક્રોસ કરવા જતા પાંચ વર્ષના માસૂમ બાળકનું કારની ઠોકરે મોત નીપજ્યું છે. બનાવનેપગલે ચાલક કાર મૂકી ભાગી જતા પોલીસે ચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

મૂળ બાબરા પંથકના અને છેલ્લા 10 દિવસથી માખાવડ ગામ પાસે આવેલી ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં પરિવાર સાથે રહી કારખાનામાં કામ કરતા સંજય લધુભાઇ ગોરાસવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બુધવારે બપોરે પોતે પત્ની અને પાંચ વર્ષનો પુત્ર જયદીપ લોધિકા ખરીદી કરી પરત માખાવડ ચોકડી પહોંચ્યા હતા. વાહનમાંથી ઉતરતા પત્નીએ પુત્રનો હાથ પકડ્યો હતો.

ત્યારે પુત્ર જયદીપે પત્નીનો હાથ છોડી રોડ ક્રોસ કરવા દોડ્યો હતો. આ સમયે પૂરઝડપે ધસી આવેલી કારે જયદીપને ઠોકરે ચડાવ્યો હતો. જેમાં જયદીપને ગંભીર ઇજા થતા તેને રાજકોટ સિવિલમાં લઇ આવ્યા હતા. પરંતુ અહીં તેનું મોત નીપજ્યું હતું.

અન્ય બનાવમાં કુવાડવાના સણોસરા ગામે રહેતા માવજીભાઇ ગેલાભાઇ સાથળિયા તેનો પુત્ર સવશી બુધવારે આઠમ નિમિત્તે લુણીધાર માતાજીનો માંડવામાં ગયા હતા. ત્યાંથી નોંધણવદરમાં કૌટુંબિક પરિવારને ત્યાં નૈવેદ્ય હોય હાજરી આપી બંને બાઇક પર પરત ફરતી વખતે વાસાવડથી દડવા વચ્ચે કૂતરું આડે ઉતરતા પુત્ર સવશીએ બાઇકનો કાબૂ ગુમાવતા સ્લિપ થયું હતું. જેમાં સવશીને સામાન્ય ઇજા જ્યારે માવજીભાઇને ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડાયા હતા અને તેમનું સારવારમાં મોત નીપજ્યું છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow