બનારસમાં ઉગે છે એવું ગાજર જેનો સ્વાદ છે રેડ વાઈન જેવો, સાત રંગના આ ગાજરમાં છે પૌષ્ટિક તત્વો

બનારસમાં ઉગે છે એવું ગાજર જેનો સ્વાદ છે રેડ વાઈન જેવો, સાત રંગના આ ગાજરમાં છે પૌષ્ટિક તત્વો

‌                                                               લાલ અને ગુલાબી રંગ સિવાય અહી કાળા, જાંબલી, નારંગી, પીળા અને સફેદ રંગના ગાજર ઉગાડવામાં આવ્યા છે અને માત્ર એટલુ જ નહી તેના જ્યુસમાંથી રેડ વાઇન જેવો ટેસ્ટ આવે છે.  

આ સફળ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક ડૉ. વિનોદ કુમાર સિંહ જણાવે છે કે રંગથી જ નહી પરંતુ દરેકના પોતાના ઔષધિય ગુણ પણ છે. જેમકે કાળા રંગના ગાજરમાં એન્થોસાઇનીન તત્વ જોવા મળે છે.  

જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી હલવો પણ બની શકે છે અને જો તમે આ ગાજરને નવસેકા પાણીમાં થોડી વાર રાખીને તેનો જ્યુસ બનાવો છો તો સો ગ્રામ ગાજરમાંથી પાંચ ગ્લાસ જ્યુસ નીકળે છે.

તેમણે કહ્યું કે આ જ્યુસમાં તમે લીંબુનો રસ નાંખશો તો તેનો રંગ અને સ્વાદ બિલકુલ રેડ વાઇન જેવો જ થઇ જશે. આ જ રીતે પીળા ગાજરમાં યુટીન અને જેન્ટોથીન તત્વ છે જે ત્વચા માટે ખુબ જ લાભકારી છે.

ગાજરની આ પ્રજાતિને ઉગાડીને ભારતીય અનુસંધાન સંસ્થાને મોટી સફળતા હાંસલ કરી છે. સંસ્થાનના ડાયરેક્ટર ડૉ.જગદીશ સિંહ જણાવે છે કે જલ્દી જ આ બીજ ખેડૂતોને આપીને સામાન્ય માણસ સુધી પહોંચાડી શકાશે.  

માત્ર આટલુ જ નહી પરંતુ કુંડાની સાઇઝ મોટી હશે તો શહેરોમાં રહેનારા વ્યક્તિઓ ટેરેસ ગાર્ડનમાં ઉગાડીને ગાજરનો સ્વાદ લઇ શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાજરોમાં અલગ ફાઇટોકેમિકલ હોય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow