મુંબઇના વેપારીએ 14 લાખનું જીરું ખરીદી 4 લાખ આપી ઠગાઇ કરી

મુંબઇના વેપારીએ 14 લાખનું જીરું ખરીદી 4 લાખ આપી ઠગાઇ કરી

વિશ્વાસ ઉપર ઉધારીમાં વેપાર ધંધા કરતા વેપારીઓને માલ વેચ્યા બાદ નાણાં નહિ મળવાથી કડવા અનુભવ થતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવે છે. વધુ એક બનાવમાં સાધુવાસવાણી રોડ, નંદપરિસર એપાર્ટમેન્ટમાં રહેતા અને બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉત્પાદિત જણસની લે-વેચ કરતા ભાવેશભાઇ જેરામભાઇ ભીમાણી નામના વેપારીએ મુંબઇના પવઇ ખાતે રહેતા અને યુનિવર્સલ એન્ટરપ્રાઇઝના નામથી વેપાર કરતા ચેતન લક્ષ્મણ ખાંભલા નામના વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વેપારીની ફરિયાદ મુજબ, મુંબઇના વેપારી ચેતન ખાંભલાએ અમદાવાદના દલાલ ભાવિનભાઇ રૂપારેલિયાના કહેવાથી મુંબઇના વેપારીને ગત વર્ષના મે મહિનામાં રૂ.14.21 લાખની કિંમતનું આઠ ટન જીરું મોકલ્યું હતુ. બે અલગ અલગ ટ્રક મારફતે જીરુંનો જથ્થો મોકલ્યા બાદ ત્રણ દિવસમાં નાણાં ચૂકવી આપવાનું નક્કી થયું હતું. જેથી ચેતન ખાંભલાએ પોતાને બે તબક્કે રૂ.4 લાખ ચૂકવ્યા હતા. જ્યારે બાકીના રૂ.10.21 લાખની રકમ માટે મુંબઇના વેપારી ચેતન ખાંભલાને ફોન કરી ઉઘરાણી કરી હતી. જેથી તેને બે દિવસમાં ચૂકવી આપવા જણાવ્યું છે.

Read more

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર

By Gujaratnow
રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ

By Gujaratnow