મુંબઈમાં દરિયા કિનારે ચાલ્યું બુલડોઝર

મુંબઈમાં દરિયા કિનારે ચાલ્યું બુલડોઝર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સુપ્રીમો રાજ ઠાકરેની ચેતવણી બાદ મુંબઈમાં માહિમ બીચ પર નિર્માણાધીન દરગાહને તોડી પાડવામાં આવી છે. બુલડોઝરની મદદથી અતિક્રમણ સ્થળને તોડી પાડવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમ તેને પણ તોડી રહી છે. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો

રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે માહિમ બીચ પર ગેરકાયદે દરગાહ બનાવવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ પ્રશ્ન ઉઠાવતા જ ગુરુવારે સવારે બુલડોઝર માહિમ બીચ પર પહોંચી ગયું હતું. અતિક્રમણ સ્થળના ડિમોલિશન દરમિયાન ડઝનબંધ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

રાજ ઠાકરેની ચેતવણી બાદ કરવામાં આવી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ 22 માર્ચે એક રેલી દરમિયાન ચેતવણી આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે માહિમ બીચ પર દરિયામાં ગેરકાયદે બાંધકામ થયું છે. તેણે તેનો વીડિયો પણ બતાવ્યો. આ દરમિયાન ઠાકરેએ કહ્યું કે માહિમ બીચ પર એક અનધિકૃત કબર બનાવવામાં આવી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો એક મહિનામાં તેને તોડી પાડવામાં નહીં આવે તો તેની નજીક એક મોટું ગણપતિ મંદિર બનાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેની ચેતવણી બાદ અધિકારીઓએ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સત્તાધીશોના આદેશથી જ અનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow