ગુજરાતમાં કોરોના કેસને લઈ રાહતનો શ્વાસ, સિંગલ ડિજિટમાં જ આવ્યા કેસ, 31 જિલ્લામાં એકેય નહીં

ગુજરાતમાં કોરોના કેસને લઈ રાહતનો શ્વાસ, સિંગલ ડિજિટમાં જ આવ્યા કેસ, 31 જિલ્લામાં એકેય નહીં

ફરી એકવાર વૈશ્વિક સ્તરે કોરોનાનો ખતરો માથું ઉંચકી રહ્યો છે. જેમાં પણ ખાસ ચીન ઉપરાંત જાપાનમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે જેમાં સંક્રમિત અને મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. જોકે હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબુમાં હોય તેમ નહિવત કેસ આવી રહ્યા છે. જેમાં આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના માત્ર 3 પોઝીટિવ કેસ નોંધાયા છે. બીજી બાજુ 3 દર્દીઓએ સજાનરવા થઇ કોરોનાને હરાવ્યો છે.

વડોદરામાં 2 અને અમદાવાદમાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટે

આજે વડોદરામાં 2 લોકો અને અમદાવાદમાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ વડોદરામાંથી એક વ્યક્તિ અને અમદાવાદમાંથી 2 વ્યક્તિએ કોરોનાને હરાવ્યો હોવાનુ પણ સત્તાવાર રીતે જાહેર થયું છે. બીજી બાજુ રાજ્યના 31 જિલ્લા એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.હાલ રાજ્યમાં કોરોનાના કુલ 27 એક્ટિવ કેસો છે. જેમાં તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 16,073 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.

કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા

વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં  કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,459 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ગુજરાતમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા એ સારા સમાચાર સમાન છે પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow