સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે કાળી ઈલાયતી, આ જીવલેણ બીમારીઓને દૂર કરવામાં છે ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે કાળી ઈલાયતી, આ જીવલેણ બીમારીઓને દૂર કરવામાં છે ફાયદાકારક

લીલી ઈલાયચી વિશે તો બધા જાણે છે. ઈલાયચીનો રંગ કાળો પણ હોય છે. કાળી ઈલાયચીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. કાળી ઈલાયચી ઔષધીય ગુણોનો ભંડાર છે.

તે ખાવાનો સ્વાદ તો વધારે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી ઈલાયચીમાં રહેલા પોષક તત્વો અનેક જીવલેણ રોગોને દૂર કરવાનું કામ કરે છે. ચાલો જાણીએ કાળી ઈલાયચીના ફાયદાઓ વિશે.  

મોઢાની દુર્ગંધ થશે દૂર
એલચીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તે મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારીને દુર્ગંધ દૂર કરવાનું કામ કરે છે. કાળી ઈલાયચી પેઢાના ઈન્ફેક્શનને પણ મટાડે છે.

પાચનમાં ફાયદાકારક
કાળી ઈલાયચી પાચન માટે ફાયદાકારક છે. જેના કારણે ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. કાળી એલચીના સેવનથી પેટ ફૂલવાની સમસ્યામાં પણ રાહત મળે છે.  

પથરીનો ખતરો રહે છે દૂર
તેમાં રહેલા ગુણ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે કિડનીને સાફ કરે છે. કાળી ઈલાયચીના સેવનથી પથરીનો ખતરો દૂર થાય છે.

હાર્ટ હેલ્ધ માટે ફાયદાકારક
કાળી ઈલાયચીમાં રહેલા પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે. તે હૃદયના ધબકારા પણ સામાન્ય રાખે છે.

શરદી ખાંસીમાંથી છુટકારો
કાળી એલચીમાં રહેલા ઔષધીય ગુણો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી, ઉધરસ અને તાવ જેવા ચેપી રોગોના જોખમને દૂર કરે છે. તેને ગરમ કર્યા બાદ ખાવાથી ઉધરસમાં આરામ મળે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow