રિષભ પંત મામલે આવ્યું મોટું અપડેટ, હોસ્પિટલમાંથી આવેલી તસવીરે ચાહકોને આપી રાહત

રિષભ પંત મામલે આવ્યું મોટું અપડેટ, હોસ્પિટલમાંથી આવેલી તસવીરે ચાહકોને આપી રાહત

ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી ઋષભ પંત શુક્રવારે વહેલી સવારે માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. જેમા પંતને માથા અને પગ સહિતના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજા પહોંચી છે.  

જે ઘટના બાદ ઇજાગ્રસ્ત ઋષભ પંત માટે દેશ આખો પ્રાર્થના કરી રહ્યો છે. હાલ તેની દેહરાદુન ખાતે આવેલી મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યાંની એક તસ્વીર સામે આવી છે. આ દરમિયાન ખાનપુરના ધારાસભ્ય અને પંતના મિત્ર ઉમેશ શર્મા પંતના ખબર પૂછવા હોસ્પિટલ દોડી ગયા હતા. તેઓએ ફોટોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે.


ઉમેશ શર્મા પંતના ખબર પૂછવા હોસ્પિટલ દોડી ગયા

પોસ્ટ કરેલી આ ફોટોમાં ઋષભ પંતનો પૂરો (માતા સરોજ અને બહેન સાક્ષી) સિવાય ક્રિકેટર નીતિશ રાણા પણ જોવા મળે છે. આ તસવીર જોઈને લાગી રહ્યું છે કે ઋષભ પંતની હાલત હવે સારી હશે.


શુ હતો સમગ્ર મામલો

ભારતીય સ્ટાર ક્રિકેટર પંતની કારને રૂરકી નજીક મોહમ્મદપુર જાટ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્ત થયા બાદ રિષભને રૂડકીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.  

108 એમ્બ્યુલન્સના ફાર્માસિસ્ટ મોનુ કુમારે જેમાં ઋષભ પંતને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.ફાર્માસિસ્ટ મોનુ કુમારે જણાવ્યું કે શુક્રવારે સવારે 5.40 વાગ્યે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં ત્યાંથી પસાર થતા એક બસ ચાલકે ઋષભને ખરાબ રીતે સળગતા વાહનમાંથી બહાર કાઢ્યો હતો.  

આ પછી, તેણે તરત જ ઋષભને સ્ટ્રેચર પર બેસાડી અને તેને એમ્બ્યુલન્સમાં રાખ્યો. ત્યારબાદ ઋષભને આંખમાં ઈજા થઈ હતી, નાકમાંથી લોહી નીકળતું હતું, પીઠના ભાગે છાલ થઈ ગઈ હતી અને પગમાં પણ ઈજા થઈ હતી. આ દરમિયાન જ્યારે મોનુએ દર્દીને તેનું નામ પૂછ્યું તો ઋષભ ફાર્માસિસ્ટ મોનુને કહ્યું કે તે ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી રિષભ પંત છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow