ચાલુ ટ્રેનમાં થયો બાળકીનો જન્મ

ચાલુ ટ્રેનમાં થયો બાળકીનો જન્મ

બાંદ્રા રેલ્વે સ્ટેશનથી એક ગર્ભવતી મહિલા થર્ડે એસી કોચમાં પ્રવાસ કરી રહી હતી. ત્યારે ટ્રેન ઉપડી તેનાં થોડા સમય બાદ મહિલાને અચાનક પ્રસવ પીડા ઉપડતા આ અંગેની જાણ મુસાફરોએ TTE ને કરી હતી.  ત્યારે બાદ TTEએ બાંદ્રાથી રાજસ્થાન જતી મહિલાની ચાલુ ટ્રેને ડીલિવરી કરાવી હતી. ચાલુ ટ્રેને મહિલાની સુરક્ષીત ડીલીવરી થઈ જતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ
સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બાંદ્રાથી રાજસ્થાન જઈ રહેલી મહિલાને સુરત રેલ્વે સ્ટેશન આવે તે પહેલા અચાનક પ્રસવ પીડા ઉપડતા TTEએ મહિલાની ડીલીવરી કરાવી હતી. ત્યારે નાહરસિંહ નામની મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. TTEએ મહિલાને વધુ સારવાર અર્થે સુરત ખાતે મેડીકલ ટીમ તૈયાર રાખવા જણાવ્યું હતું. ત્યારે ટ્રેનસુરત પહોંચે તે પહેલા મેડીકલની ટીમ સુરત રેલ્વે સ્ટેશન પહોંચી ગઈ હતી.  ટ્રેનસુરત પહોંચતા મેડીકલની ટીમ દ્વારા મહિલાની સુરતની સ્મિમેર હોસ્પિટલમાં બાળકી સાથે દાખલ કરવામાં આવી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow