કુવાડવામાં કારે અડફેટે લેતા 10 વર્ષના બાળકનું મોત

કુવાડવામાં કારે અડફેટે લેતા 10 વર્ષના બાળકનું મોત

રાજકોટના કુવાડવા ગામમાં રહેતો જયેશ ઉર્ફે ચીકી સવજીભાઇ ગોહેલ (ઉં.વ.10) ગઇકાલે પોતાના ઘર પાસે ચાલીને જતો હતો. ત્‍યારે જીજે.03.એચઆર.5584 નંબરની વેગનઆર કારના ચાલકે પૂર ઝડપે આવી જયેશને અડફેટે લેતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી. અકસ્‍માત સર્જાતા ચાલક કાર રેઢી મૂકી ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જયેશને સારવાર માટે કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્રમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્‍યુ હતું.

પિતા ડ્રાઇવિંગનું કામ કરે છે
મૃતક જયેશ એક બહેન અને બે ભાઇમાં નાનો હતો. પિતા ડ્રાઇવિંગ કરે છે અને પોતે ધોરણ 4માં અભ્‍યાસ કરતો હતો. આ બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.કે. પાંડાવદરા સહિતે સ્‍થળ પર પહોંચી મૃતક જયેશના પિતા મહેન્‍દ્રભાઇ ગોહેલની ફરિયાદ પરથી કારના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરાર આરોપીએ આગોતરા જામીન અરજી કરી
વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારે કરેલા સામુહિક આપઘાત કેસમાં ફરાર આરોપી યુવરાજસિંહ ઝાલાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. આ અરજી માન્ય રાખી ફરિયાદીની ફરિયાદ કે ડાઇંગ ડિક્લેરેશનમાં યુવરાજસિંહનું નામ નથી છતાં પોલીસ ખોટી રીતે ફિટ કરવા માગતી હોવાનો આગોતરા જામીન અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow