ચીન સરહદે 9400 જવાન તહેનાત કરાશે

ચીન સરહદે 9400 જવાન તહેનાત કરાશે

ભારત ચીન સરહદે એટલે કે એલએસી પર સુરક્ષાને વધુ મજબૂત કરવા કેન્દ્રીય કેબિનેટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ની નવી સાત બટાલિયન અને એક સ્થાનિક હેડક્વાર્ટરની રચનાની મંજૂરી અપાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે આયોજિત કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી અપાઇ હતી.

ભારત ચીન સરહદે સુરક્ષાનો સૌથી પહેલી લાઇનનો મોરચો આઇટીબીપીના જવાનો સંભાળે છે. છેલ્લાં ઘણાં સમયથી લદાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. તેથી આ નિર્ણયથી ભારતની સુરક્ષા વધુ મજબૂત બનશે. અહીં આઇટીબીપી જવાનોએ લગભગ આખું વર્ષ તહેનાત રહેવું પડે છે. તેથી નવી ભરતી પછી જવાનોને વધુ આરામ અને તાલીમ આપવામાં પણ સરળતા રહેશે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, જાન્યુઆરી 2020માં આઇટીબીપીની 47 સીમા ચોકી અને 12 કેમ્પ બનાવવાની મંજૂરી મળી હતી. તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે ITBPની નવી સાત બટાલિયન, 9400 નવા હોદ્દા અને એક સ્થાનિક મુખ્યાલય બનશે. તેનું કામ 2025-26 સુધી પૂરું થઇ જશે.

લદાખમાં વ્યૂહાત્મક શિન્કુ લા ટનલના નિર્માણને કેન્દ્રની મંજૂરી
કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ રૂ. 4800 કરોડ પણ મંજૂર કરાયા છે. તેમાં રૂ. 2500 કરોડ માર્ગ નિર્માણ પાછળ ખર્ચાશે. તે દેશની ઉત્તર સરહદના વ્યૂહાત્મક મહત્ત્વ માટે જરૂરી છે. લદાખની ઑલ વેધર કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને શિન્કુ ટનલને પણ મંજૂરી અપાઇ છે. 16,703 ફૂટની ઊંચાઇએ આ ટનલ બની ગયા પછી લદાખને વાયા મનાલી-દારચા હિમાચલ પ્રદેશ સાથે જોડી શકાશે, જેથી કારગીલ કે સિયાચિન સેક્ટરમાં કોઇ પણ પ્રકારની કટોકટી વખતે ભારતીય સેનાને સૈનિકો-શસ્ત્રસરંજામ સરળતાથી પહોંચાડી શકાશે.

વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શું છે?
કેન્દ્ર સરકારના જણાવ્યાનુસાર, ચીન સાથે સરહદ ધરાવતા ભારતીય ગામોમાં માળખાગત વિકાસ માટે આ પ્રોગ્રામ શરૂ કરાયો છે. તેમાં લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના 19 જિલ્લાના 2,966 ગામ સામેલ છે. આ તમામ ગામમાં વ્યૂહાત્મક ધોરણે માર્ગ નિર્માણને લગતી યોજનાઓ અમલી કરાશે. આ સમગ્ર યોજના બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામથી જુદી હશે અને તેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. આ કાર્યક્રમ હેઠળ મહત્ત્વના વિસ્તારોમાં લોકોને વસાવાશે તેમજ પ્રવાસન કેન્દ્રો પણ વિકસાવાશે.

1962ના યુદ્ધ બાદ ITBPની રચના થઈ હતી
વર્ષ 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ ઇન્ડો તિબેટીયન બોર્ડ પોલીસની રચના કરવામાં આવી હતી. આ દળ લદ્દાખના કારાકોરમ પાસથી લઈને અરૂણચાલ પ્રદેશના જાસેફ લા સુધી 3,488 કિમી લાંબી લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)ની સુરક્ષા કરે છે. આ ફોર્સના 90 હજાર જવાનો આર્મીની સાથે મળીને ફરજ નિભાવે છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow