91% ગ્રાહકો જાહેરાતો પર વિશ્વાસ કરે છે: એડ.સરવે

91% ગ્રાહકો જાહેરાતો પર વિશ્વાસ કરે છે: એડ.સરવે

જાહેરાતો હંમેશા લોકોને નવા ઉત્પાદનો વિશે માહિતગાર કરવા અને બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપવાનું એક માધ્યમ છે. એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI) દ્વારા સર્વેક્ષણ કરાયેલા 91% ગ્રાહકોએ કહ્યું કે તેઓ જાહેરાતો પર વિશ્વાસ કરે છે. 42% લોકોએ કહ્યું કે તેઓ જાહેરાતો પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે, જ્યારે 49% લોકોએ કહ્યું કે તેઓ અમુક અંશે તેમના પર વિશ્વાસ કરે છે, માત્ર 9% લોકો જાહેરાતો પર વિશ્વાસ કરતા નથી.

ગુરુવારે રજૂ કરાયેલા સરવે અનુસાર 79% ઉપભોક્તાઓએ જણાવ્યું હતું કે તેઓ પ્રભાવકો પર વિશ્વાસ કરે છે. 10 માંથી નવ એટલે કે 90% ઉત્તરદાતાઓએ પ્રભાવકના પ્રમોશનથી પ્રભાવિત થયા પછી અમુક સમયે ઉત્પાદન ખરીદ્યું છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 70% લોકો પ્રભાવક દ્વારા પ્રમોટ કરાયેલ ઉત્પાદન ખરીદવાની શક્યતા વધારે છે.લગભગ અડધા ગ્રાહકોને જાહેરાતમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.

બ્રાન્ડ્સ, ઇન્ફ્લુએન્સર્સ સંબંધો જાહેર કરતા નથી
ઇન્ફ્લુઅન્સર્સ ટ્રસ્ટના સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે પ્રભાવકોની પ્રવૃત્તિઓમાં પારદર્શિતાનો અભાવ છે. જૂન 2021માં બહાર પાડવામાં આવેલી ASCIની માર્ગદર્શિકા અનુસાર, બ્રાન્ડ્સ અને પ્રભાવકોએ પરસ્પર સંબંધો જાહેર કરવા જોઈએ. પરંતુ મોટાભાગની બ્રાન્ડ્સ અને પ્રભાવકો તેને અનુસરતા નથી. ASCIને આ સંબંધમાં જૂન 2021 થી ડિસેમ્બર 2022 સુધીમાં 2,767 ફરિયાદો મળી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow