દેશમાં આ વર્ષે 90% કર્મચારીઓને પગાર વધારાની અપેક્ષા

દેશમાં આ વર્ષે 90% કર્મચારીઓને પગાર વધારાની અપેક્ષા

આ વર્ષે પગારવધારાને લઇને કર્મચારીઓની અપેક્ષા આસમાને જોવા મળી રહી છે. સરવેમાં સામેલ 90 ટકા કર્મચારીઓ આ વર્ષે પગારવધારાનો આશાવાદ ધરાવે છે. દેશમાં, 90 ટકા કર્મચારીઓ પગારવધારાની આશા રાખે છે અને તેમાંથી અંદાજે 20 ટકા કર્મચારીઓએ પગારમાં 4-6 ટકા વધારાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જ્યારે 19 ટકા કર્મચારીઓને પગારમાં 10-12 ટકાની વૃદ્ધિની આશા છે.

દેશમાં 78 ટકા કર્મચારીઓને ગત વર્ષે પગારવધારો મળ્યો હતો અને પગારવધારાનો દર સરેરાશ 4-6 ટકાની વચ્ચે હતો. આ વર્ષે, દેશમાં જો પગાર વધારો ન પણ કરવામાં આવે તો અંદાજે 65 ટકા કર્મચારીઓ કેટલાક પ્રકારના મેરિટ બોનસ, પેઇડ હોલિડે જેવા ફાયદાઓ મળી શકે છે.

ગત વર્ષે દર 10માંથી 6 એટલે કે 62 ટકા કર્મચારીઓના પગારવધારા બાદ આ વર્ષે વધુને વધુ કર્મચારીઓ પગારવધારાની આશા રાખી રહ્યાં છે. કર્મચારીઓને અત્યારની નોકરીમાં ઇન્ક્રિમેન્ટ મળશે તેવી આશા છે અને જો નહીં મળે તો તેઓને નવી નોકરી પણ મળી રહેશે તેવો વિશ્વાસ પણ ધરાવે છે. આ વર્ષે નોકરીદાતાઓ જો પગારવધારો કરવા માટે સક્ષમ ન હોય તો કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખવા માટે ફાયદો આપવા માટે અન્ય રસ્તો શોધવો પડશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow