9 લોકોનાં મોતની આશંકા, ટ્રેનિંગ મિશન દરમિયાન અકસ્માત

9 લોકોનાં મોતની આશંકા, ટ્રેનિંગ મિશન દરમિયાન અકસ્માત

અમેરિકાના કેન્ટકીમાં બુધવારે રાત્રે બે મિલિટ્રી હેલિકોપ્ટ અથડાયા હતા. મીડિયા અહેવાલ મુજબ, આ અકસ્માતમાં 9 લોકોનાં મોતની આશંકા છે. અત્યારે સત્તાવાર પુષ્ટિ નથી થઈ.

દુર્ઘટના કેન્ટકીના ટ્રિગ કાઉન્ટીમાં ફોર્ટ કેમ્પબેલ મિલિટ્રી બેઝ પાસે બની હતી. મિલિટ્રી ઓફિસરે જણાવ્યું કે, અકસ્માત રાત્રે 9:30 કલાકે થયો હતો. બે HH60 બ્લેકહોલ રૂટિન મિલિટ્રી ટ્રેનિંગ પર હતા. કેન્ટકીના ગવર્નરે જણાવ્યું હતું કે, આ દુ:ખદ સમાચાર છે. અત્યારે જે સમાચાર આવી રહ્યા છે, તે મુજબ મૃત્યુઆંક વધી પણ શકે છે.

ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમ
રોયટર્સના રિપોર્ટ મુજબ, કેન્ટકીની જુદી-જુદી જગ્યાએથી રેસ્ક્યુ ટીમને કામ પર લગાવી દેવામાં આવી છે. ‌BBC મુજબ, એકબીજા સાથે જે હેલિકોપ્ટ અથડાયા હતા, તે અમેરિકાના હુમલો કરનારા એકમાત્ર 101 એરબોર્ન ડિવિઝનના હતા.

તેને વિશ્વમાં અનેક દેશોમાં યુદ્ધ માટે તૈનાત કરવામાં આવ્યા છે. ફોર્ટ કેમ્પબેલના પ્રવક્તાએ જણાવ્યું કે, અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. 5 વર્ષ અગાઉ 2018માં પણ કેન્ટકીના ફોર્ટ કેમ્પબેલ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે બે જવાનોનાં મોત થયાં હતાં.  

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અત્યાર સુધી જાણી નથી શકાયુ કે હેલિકોપ્ટર્સમાં કેટલા લોકો સવાર હતા. બીજી તરફ અકસ્માતની સવારે ફોર્ટ કેમ્પબેલ વિસ્તારમાં વાતાવરણ એકદમ સાફ હતું. પવન પર જોરથી ફૂંકાયો નહતો. વિઝિબિલિટી 10 માઈલ સુધીની હતી અને તાપમાન 39 ડિગ્રી હતું.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow