2014-15માં 86.65 હજાર રૂપિયા હતી, જે હવે 1.72 લાખ રૂપિયા છે

2014-15માં 86.65 હજાર રૂપિયા હતી, જે હવે 1.72 લાખ રૂપિયા છે

નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા પછી (2014-15) ભારતની માથાદીઠ આવક(પર કેપિટા ઈનકમ) વધીને બમણી થઈ છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી(NSO) અનુસાર, 2014-15માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર બની હતી ત્યારે ભારતની પ્રતિ વ્યક્તિ આવક 86,648 રૂપિયા વાર્ષિક હતી. જે 2022-23માં બમણી થઈને 1,72,000 રૂપિયા થઈ ગઈ છે. જોકે આવું થવામાં 8 વર્ષ જેટલો સમય લાગ્યો છે.

કોરોનાકાળમાં આવક ઘટી
NSO અનુસાર હાલની કિંમત પર માથાદીઠ વાર્ષિક આવક વર્ષ 2022-23માં 1,72,000 રૂપિયા થવાનું અનુમાન છે. NSO દ્રારા બહાર પાડેલા આંકડા અનુસાર, કોરોના દરમિયાન પ્રતિ વ્યક્તિ આવકમાં ઘટાડો આવ્યો. જોકે પાછળથી સુધરી અને 2021-22 અને 2022-23માં તેજી જોવા મળી.

માથાદીઠ આવક શું છે?
તે દેશમાં રહેતા લોકોની સરેરાશ આવક છે. આની ગણતરી કરવા માટે, આપણે તે દેશના જીડીપીને તેની કુલ વસ્તી દ્વારા વિભાજીત કરીએ છીએ. આ પછી જે આંકડો બહાર આવે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow