83 રૂમ-રોજનું 2 કરોડ સુધીનું ભાડું, જેસલમેરના આ આલિશાન પેલેસમાં લગ્નબંધનમાં બંધાશે સિદ્ધાર્થ-કિયારા!

83 રૂમ-રોજનું 2 કરોડ સુધીનું ભાડું, જેસલમેરના આ આલિશાન પેલેસમાં લગ્નબંધનમાં બંધાશે સિદ્ધાર્થ-કિયારા!

બૉલીવુડના ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લઇને એક નવી માહિતી સામે આવી છે.  

એ મુજબ હાલ કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન રાજસ્થાનમાં થશે, જેમાં એમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 6 ફેબ્રુઆરીએ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે અને બંનેએ સાત ફેરા લેવા માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો છે.  

એમના લગ્ન સ્થળ વિશે વાત કરી તો જેસલમેરનો એ સૂર્યગઢ પેલેસ ઘણો સુંદર છે અને આ લક્ઝુરિયસ પેલેસમાં 83 રૂમ છે. આ પેલેસ 4 એકરમાં ફેલાયેલ છે અને તેનું દૈનિક ભાડું કરોડો રૂપિયા છે. આજે અમે તમને જેસલમેરના સૂર્યગઢ પેલેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  

પંજાબી રીતિ-રિવાજોથી લગ્ન કરશે
પહેલા તમને જણાવી દઈએ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 4 ફેબ્રુઆરીએ સૂર્યગઢ હોટલ પહોંચશે અને ત્યારબાદ હલ્દીથી લઈને મહેંદી અને સંગીતની વિધિઓ શરૂ થશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને પંજાબી રીતિ-રિવાજોથી લગ્ન કરશે અને એ પછી સિદ્ધાર્થ અને કિયારા બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરશે. એક દિલ્હીમાં અને બીજી મુંબઈમાં.  

સૂર્યગઢ કિલ્લો એક ફાઇવ સ્ટાર હોટેલ
જો હવે વાત કરીએ રાજસ્થાનના જેસલમેરમાં આવેલી સૂર્યગઢ હોટલની તો તે એક ફાઈવ સ્ટાર હોટલ છે અને તે કુલ 4 એકરમાં ફેલાયેલું છે. આ સાથે જ તેમાં બે બગીચા, વિશાળ કોરીડૉર અને 83 રૂમ આવેલઆ છે. આ સાથે કહેવાય છે કે જેસલમેરની સુંદરતા સૂર્યગઢ પેલેસના દરેક રૂમમાંથી દેખાય છે.

કઇંક આવો છે સૂર્યગઢ પેલેસ
જો તમે સૂર્યગઢ કિલ્લાને વધુ નજીકથી જોવા માંગો છો, તો તમે તેની વેબસાઇટ https://www.suryagarh.com/ પર જઈ શકો છો. ત્યાં તમે રૂમથી લઈને ગાર્ડન સુધીનો દરેક ખૂણો જોઈ શકો છો.  

જણાવી દઈએ કે દરેક રૂમને રાજસ્થાની શૈલી સાથે વિન્ટેજ ટચ આપવામાં આવ્યો છે. સાગ અને ચંદનનું બનેલું ફર્નિચર વૈભવી છે સાથે જ સ્વિમિંગ પૂલ, જિમ અને સ્પા પણ મળી રહે છે. આ સાથે તમને જ ખાવા-પીવામાં પણ ઘણી ખાસ વસ્તુઓ મળે છે.  

કરોડોમાં છે રોજનું ભાડું
મળતી માહિતી મુજબ સૂર્યગઢ પેલેસના રૂમનું એક રાતનું ભાડું 12 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને અલગ-અલગ રૂમ અને સુવિધા પ્રમાણે આ ભાડું લાખોમાં પહોંચે છે. અને જો તમે અહીં લગ્નનું આયોજન કરવા માંગો છો, તો દરરોજનું ભાડું 1 થી 2 કરોડ રૂપિયાની નજીક પંહોચે છે.

5 દિવસ માટે કર્યું છે બુકિંગ
એક રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન માટે લગભગ 5 દિવસ માટે આ હોટલ બુક કરાવી છે. અહીં 200 થી 300 મહેમાનો આવવાના સમાચાર છે, આ સાથે જે આમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ શામેલ છે.  જણાવી દઈએ કે હલ્દી અને સંગીત સમારોહ એક જ દિવસે થશે. બીજા દિવસે  લગ્ન થશે અને લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા જએવા તમામ જાણીતા સેલેબ્સ પણ સામેલ થઈ શકે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow