કંપનીમાં 800 જગ્યા ખાલી, પૂર્વ કર્મચારીઓ પણ કરી શકે છે અરજી

કંપનીમાં 800 જગ્યા ખાલી, પૂર્વ કર્મચારીઓ પણ કરી શકે છે અરજી

ફૂડ ડિલિવરી પ્લેટર્ફોમ ઝોમેટોએ( Zomato) છટણી બાદ હવે ભરતીનું કામ શરૂ કર્યું છે. આ વાતની જાણકારી કંપનીના કો-ફાઉન્ડર અને CEO દીપિંદર ગોયલે લિંક્ડઇન પર પોસ્ટ જાતે શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે કંપનીમાં 800 જગ્યાઓ ખાલી છે, અને જે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેઓ પણ તેના માટે અરજી કરી શકે છે.  

દીપિંદર ગોયલે લિંક્ડઇન પોસ્ટમાં લખ્યું કે, ‘બધાને નમસ્કાર અમારી પાસે ઝોમેટોમાં 5 પદોમાં 800 જેટલી જગ્યાઓ ખાલી છે. જો તમે આમાના કોઈપણ પદ માટે કોઈ સારી વ્યક્તિને જાણો છો, તો કૃપા કરીને તેમને આ થ્રેડમાં ટેગ કરો.’  

ટીમ શક્ય તેટલી વહેલી તકે સંભવિત ઉમેદવારો સુધી પહોંચશે
દીપિંદર ગોયલે બધાને આશ્ર્વાસન પણ આપ્યું કે, તેમની ટીમ શક્ય તેટલી વહેલી તકે સંભવિત ઉમેદવારો સુધી પહોંચશે. તેમણે લખ્યું, આમાંથી કોઇપણ પદ માટે વધુમાં જાણવા અને રસ દર્શાવવા માટે કૃપ્યા મને  

deepinder@zomato.com પર ઇ-મેઇલ કરો- હું અથવા મારી ટીમ તમને તરત જવાબ આપશે. ઝોમેટોમાં જે 5 પદો માટે જગ્યા ખાલી છે, તેમાં, ગ્રોથ મેનેજર્સ, પ્રોડકટ્ ઓનર, ચીફ ઓફ સ્ટાફ ટૂ CEO, જેનેરાલિસ્ટ અને સોફટ્વેર ડેવલપમેન્ટ એન્જિનિયરનો સમાવેશ થાય છે.  

ઝોમેટોએ તેના 4% કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.
તમને જણાવી દઇએ કે ઝોમેટોના કો-ફાઉન્ડર અને ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) ગુંજન પાટીદારે કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. ગુંજનની પહેલા કંપનીના ત્રણ ટોપ લેવલના કર્મચારીઓએ પણ રાજીનામું આપ્યું હતું. ઝોમેટોના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તા, નવા ઇનીશિએટિવ હેડ રાહુલ ગંજૂ અને ઇન્ટરસિટી હેડ સિદ્ધાર્થ જેવરે સીનિયર લેવલ મેનેજમેન્ટ પર સ્થિરતાની ચિંતાઓને જોતાં રાજીનામું આપ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow